‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝનમાં તે ડીસીપી વર્તિકા ચતુર્વેદીનું પાત્ર ભજવી રહી છે
શેફાલી શાહ ઇન દિલ્લી ક્રાઇમ
શેફાલી શાહનું કહેવું છે કે તે જ્યારે પણ પોલીસનો યુનિફૉર્મ પહેરે છે ત્યારે તેનામાં એક અલગ પ્રકારનું અભિમાન આવી જાય છે. ks. આ પાત્ર વિશે વાત કરતાં શેફાલીએ કહ્યું હતું કે ‘આ શો ખૂબ જ રિયલ છે. તેઓ કોઈ સુપર કૉપ્સ નથી. તેઓ હ્યુમન છે. તેમનામાં પણ સારી અને ખરાબ બન્ને વાત છે. આ શો કોઈ સોશ્યલ કમેન્ટ નથી કરતો, પરંતુ સોશ્યલ સવાલ જરૂર ઊભો કરે છે. અમને બધાને ખબર છે કે અમે કેવા શોમાં કામ કરી રહ્યાં હતાં. આ યુનિફૉર્મની વાત અલગ છે. વિશ્વાસ કરો. યુનિફૉર્મ પહેરતાની સાથે જ કંઈક અલગ થઈ જાય છે. અમે જ્યારે ‘દિલ્હી ક્રાઇમ 2’ કરવાનાં હતાં ત્યારે મને થઈ રહ્યું હતું કે હું કેવી રીતે આ શો કરીશ. અને વિશ્વાસ રાખો મેં જ્યારે સેટ પર જઈને યુનિફૉર્મ પહેર્યો ત્યારે એક અલગ જ અભિમાન અને યુનિફૉર્મ માટે એક અલગ જ રિસ્પેક્ટ આવી ગયો હતો. શો માટે પણ આ યુનિફૉર્મ પહેરવો એની વાત જ અલગ છે.’

