એચબીઓ પર એની પહેલી સીઝન ૨૦૨૧માં અને બીજી સીઝન ૨૦૨૨માં રિલીઝ થઈ હતી
દીપિકા પાદુકોણ
અમેરિકન ડાર્ક કૉમેડી વેબ-સિરીઝ ‘ધ વાઇટ લોટસ’ની ત્રીજી સીઝનમાં દીપિકા પાદુકોણ નહીં દેખાય એવી શક્યતા છે. એચબીઓ પર એની પહેલી સીઝન ૨૦૨૧માં અને બીજી સીઝન ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. હવે એની ત્રીજી સીઝન બનવાની છે, જે ૨૦૨૫માં રિલીઝ થશે. આ સિરીઝમાં નતાશા રુથવેલ, જેનિફર કુલીડ્જ અને ઍલેક્ઝાન્ડ્રા દદ્દારિયો પણ લીડ રોલમાં દેખાશે. એમાં દીપિકા પણ જોવા મળશે એવું સાંભળવા મળ્યું હતું. જોકે દીપિકાના ક્લોઝ ફ્રેન્ડે જણાવ્યું કે વ્યક્તિગત કારણસર તે આ સિરીઝમાં નહીં દેખાય. હજી સુધી તેના તરફથી કોઈ સ્પષ્ટીકરણ નથી થયું.