‘કમાન્ડો’ની અમારી આ ઍક્શન ફ્રૅન્ચાઇઝી ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી રહી છે
વિપુલ શાહ
વિદ્યુત જામવાલની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘કમાન્ડો’ની ફ્રૅન્ચાઇઝી હવે ડિઝની+હૉટસ્ટાર પર સિરીઝરૂપે દેખાવાની છે. ‘કમાન્ડો’ ૨૦૧૩માં આવી હતી. ત્યાર બાદ તેની બે સીક્વલ ‘કમાન્ડો 2 : ધ બ્લૅક મની ટ્રેલ’ ૨૦૧૭માં અને ‘કમાન્ડો 3’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મને વિપુલ અમ્રિતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે. એ ઍક્શનને અલગ અવતારમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર દેખાડવામાં આવશે. આ સિરીઝમાં વિદ્યુતના સ્થાને કરણ સિંહ ડોગરા દેખાવાનો છે. આ સિરીઝમાં તેની લાઇફ અને તેના મિશનને બારીકાઈથી દેખાડવામાં આવશે. આ સિરીઝને લઈને વિપુલ શાહે કહ્યું કે ‘આ ખરેખર અતિશય ખુશી અને આનંદની બાબત છે કે ‘કમાન્ડો’ની અમારી આ ઍક્શન ફ્રૅન્ચાઇઝી ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી રહી છે. આ ફ્રૅન્ચાઇઝી સ્પેશ્યલ છે, કારણ કે એના દ્વારા અમે અતિશય ટૅલન્ટેડ વિદ્યુત જામવાલને લૉન્ચ કર્યો હતો અને એ અતિશય સફળ ઍક્શન ફ્રૅન્ચાઇઝી સાબિત થઈ છે. અમે ખૂબ ઉત્સાહી છીએ કે ભારતમાં કદી નથી થયું એવું એક્સપરિમેન્ટ અમે આ ફ્રૅન્ચાઇઝી સાથે કરવાના છીએ. ‘કમાન્ડો’ ફિલ્મમાં તો વિદ્યુત જામવાલ જ હોય, પરંતુ ડિજિટલ પ્લૅટફૉર્મ પર તો અમે નવો કમાન્ડો લઈને આવીશું. આ સિવાય કદી એક્સપ્લોર ન થઈ હોય એવી ઍક્શન પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર પહેલી વખત જોવા મળશે. એથી એ પ્રકારે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ નવી વસ્તુ રહેવાની છે. આ નવી વસ્તુ કરવાની અમને
મજા પડશે.’