Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘સિટાડેલ’ એના લક્ષ્યમાં સફળ થઈ છે : પ્રિયંકા

‘સિટાડેલ’ એના લક્ષ્યમાં સફળ થઈ છે : પ્રિયંકા

Published : 13 June, 2023 03:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાએ કહ્યું કે ‘ક્રીએટિવ દૃષ્ટિની વાત કરું તો અમારી જીત થઈ છે, કારણ કે દુનિયાભરના લોકોને ધ્યાનમાં રાખીને આ શોને બનાવવાનો અમારો ઉદ્દેશ સફળ રહ્યો છે

રિચર્ડ મૅડન અને પ્રિયંકા ચોપડા

રિચર્ડ મૅડન અને પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા જોનસનું તેના શો ‘સિટાડેલ’ને લઈને માનવું છે કે તમામ લોકોને ધ્યાનમાં રાખીને આ શો બનાવવામાં આવ્યો હતો અને એ ઉદ્દેશમાં તેઓ સફળ રહ્યા છે. શોની સીક્વલ બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ શો દેખાડવામાં આવ્યો હતો. આ શોમાં પ્રિયંકાએ શાનદાર ઍક્શન કરી છે. યુએસમાં આ શોનો પર્ફોર્મન્સ સ્લો છે. એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘ક્રીએટિવ દૃષ્ટિની વાત કરું તો અમારી જીત થઈ છે, કારણ કે દુનિયાભરના લોકોને ધ્યાનમાં રાખીને આ શોને બનાવવાનો અમારો ઉદ્દેશ સફળ રહ્યો છે. એવું જરૂરી નથી કે દરેક ઠેકાણે દરેક શોને એકસમાન સફળતા મળે. જોકે ફ્રૅન્ચાઇઝી આગળ વધે તો આંકડા પણ વધે છે, એમાં ડોમેસ્ટિકનો પણ સમાવેશ થાય છે. મને એવું લાગે છે કે એમાં ઘણાંબધાં ચૅપ્ટર્સ છે. જેમ-જેમ શો જોવામાં આવશે લોકો એને અલગ રીતે પ્રતિક્રિયા આપતા થશે. અમેરિકામાં આપણે આરામ ફરમાવતા અને દરેક વસ્તુને કુશાગ્ર બુદ્ધિથી જોતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે તેઓ એમ વિચારે છે કે ‘હંમ, છેલ્લી સીઝનની સરખામણીએ આ શો એટલો ખાસ નહોતો.’ મને એવું લાગે છે કે ‘સિટાડેલ’ને પણ આગળ વધવામાં સમય લાગશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2023 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK