Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ભૂમિ વેબ-સિરીઝમાં મહત્ત્વાકાંક્ષી મહિલાના પાત્રને સાકાર કરશે

ભૂમિ વેબ-સિરીઝમાં મહત્ત્વાકાંક્ષી મહિલાના પાત્રને સાકાર કરશે

Published : 02 June, 2024 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જ કારણ છે કે તે આગામી વેબ-સિરીઝ ‘દલદલ’માં મહત્ત્વાકાંક્ષી મહિલાની ભૂમિકામાં જોવા મળવાની છે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


મહિલાઓને સશક્ત દેખાડવામાં આવે એવા પાત્રને સાકાર કરવું ભૂમિ પેડણેકરને ગમે છે. આ જ કારણ છે કે તે આગામી વેબ-સિરીઝ ‘દલદલ’માં મહત્ત્વાકાંક્ષી મહિલાની ભૂમિકામાં જોવા મળવાની છે. એનું શૂટિંગ ગઈ કાલે શરૂ કરવામાં આવ્યું છે. આ થ્રિલર શોમાં તે DCP રીટા ફરેરાના રોલમાં દેખાવાની છે. એમાં તેને કેટલાંક મર્ડર્સની ગુથ્થી ઉકેલવાની હોય છે. તેને એ સિરિયલ-કિલરની શોધ કરવાની હોય છે. પોતાના આ પાત્રને સુપર-અચીવર જણાવીને ભૂમિ કહે છે, ‘મને એવું લાગે છે કે મારું આ પાત્ર સમયની સાથે લોકોને પણ એની સાથે જોડશે, કારણ કે હવે મહિલાઓ સમાજની રૂઢિવાદી પરંપરામાં બંધાઈને નથી રહી. મહિલાઓ હવે મહત્ત્વાકાંક્ષી અને સ્વતંત્ર બની છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK