જોઈ લો અગસ્ત્ય અને રૂમીને
સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રથી
સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રથીની ‘બ્રોકન બટ બ્યુટિફુલ સીઝન 3’ના બિહાઇન્ડ ધ સીન ફોટો વાઇરલ થયા છે. આ શોની પહેલી બે સીઝનમાં વિક્રાન્ત મેસી અને હર્લિન સેઠી હતાં. જોકે ત્રીજી સીઝનમાં સિદ્ધાર્થ અને સોનિયાને લેવામાં આવ્યાં છે જેઓ અગસ્ત્ય અને રૂમીનું પાત્ર ભજવશે. વૅલેન્ટાઇન્સ ડે નજીક હોવાથી અલ્ટ બાલાજી દ્વારા કેટલાક ફોટો શૅર કરવામાં આવ્યા છે. આ સીઝનને જલદીથી સ્ટ્રીમ કરવામાં આવશે.

