શૂટિંગમાં અનુભવ વિશે બરુણે કહ્યું કે ‘એક સંયોગની વાત છે કે મેં ‘કોહરા’માં પોલીસનો રોલ કર્યો છે
બરુણ સોબતી
બરુણ સોબતીએ જણાવ્યું કે વેબ-સિરીઝ ‘કોહરા’ના શૂટિંગ દરમ્યાન પંજાબમાં તેમણે જમીનને અલગ દૃષ્ટિકોણથી જોઈ હતી. એ શોમાં તેની સાથે સુવિન્દર વિકી, હર્લીન સેઠી, વરુણ બડોલા, રશેલ શેલી અને મનીષ ચૌધરી લીડ રોલમાં છે. શૂટિંગમાં અનુભવ વિશે બરુણે કહ્યું કે ‘એક સંયોગની વાત છે કે મેં ‘કોહરા’માં પોલીસનો રોલ કર્યો છે, જે મર્ડરનું રહસ્ય ઉકેલે છે. મને મિસ્ટ્રીઝ ખૂબ ગમે છે. શૂટિંગ બાદ મને એક વેરાન મકાન દેખાયું હતું, એથી મેં સુદીપ શર્મા અને ગુંજિત ચોપડાને પણ એ જોવા માટે વિનંતી કરી હતી. પંજાબમાં ‘કોહરા’નું શૂટિંગ કરીને પંજાબની જમીનને નવા દૃષ્ટિકોણથી જોઈ હતી. અમે રોડ દ્વારા ટ્રાવેલ કરતા હતા અને વાસ્તવિકતા દેખાડવા માટે અલગ-અલગ લોકેશન્સ પર જતા હતા. જેથી એ સિરીઝની સ્ટોરી સાથે જોડાઈ શકે.’