મલાઇકા અરોરા સાથેના તેના રિલેશન જગજાહેર છે
અર્જુન કપૂર
અર્જુન કપૂરે જણાવ્યું છે કે તે હાલમાં લગ્ન નથી કરવા માગતો, પરંતુ કરીઅર પર ધ્યાન આપવા માગે છે. મલાઇકા અરોરા સાથેના તેના રિલેશન જગજાહેર છે. બન્ને છાશવારે ક્વૉલિટી ટાઇમ પસાર કરતા દેખાય છે. સોશ્યલ મીડિયામાં પણ તેઓ પોતાના પ્રેમનો એકરાર કરે છે. ‘કૉફી વિથ કરન’માં અર્જુને જણાવ્યું હતું કે મલાઇકાએ તેની નાની સાથે પણ મુલાકાત કરી છે. સાથે જ અર્જુનનું માનવું છે કે તે પોતાની ફૅમિલી, મલાઇકાના એક્સ-હસબન્ડ અરબાઝ ખાનની ફૅમિલી અને લોકો પ્રતિ પણ સંવેદન રહેવા માગે છે.
કરણ જોહરે ‘કૉફી વિથ કરન’માં અર્જુનને લગ્ન કરવા વિશે પૂછ્યું હતું. એનો જવાબ આપતાં અર્જુને કહ્યું કે ‘ના હાલમાં તો હું લગ્ન નથી કરવા માગતો, કારણ કે બે વર્ષ લૉકડાઉન અને કોવિડમાં પસાર થઈ ગયા છે. એથી હું મારી કરીઅર પર ધ્યાન રાખવા માગુ છું. હું રિયલિસ્ટિક વ્યક્તિ છું. એવું નથી કે હું કાંઈ પણ છુપાવવા માગું છું. ખરું કહું તો હું પ્રોફેશનલી થોડો સ્થિર થવા માગું છું. હું ઇમોશનલી સ્થિર થવાની વાત કરું છું. હું એવું કામ કરવા માગું છું જેનાથી મને ખુશી મળે. જો હું ખુશ હોઈશ તો હું મારા પાર્ટનરને પણ ખુશ રાખી શકીશ. ખુશખુશાલ જીવન પસાર કરી શકીશ. મારું એવું માનવું છે કે કામથી જ મને ઘણીબધી ખુશીઓ મળે છે.’