આ શો વિશે કર્ણેશ શર્માએ કહ્યું કે ‘આ ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા પંજાબમાં દેખાડવામાં આવ્યો છે
બરુણ સોબતી
વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ અને અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માનું ક્લીન સ્લેટ ફિલ્મ્સ ક્રાઇમ સિરીઝ ‘કોહરા’ લાવી રહ્યું છે. આ શોમાં સુવિન્દર વિકી, બરુણ સોબતી, વરુણ બડોલા, હરલીન સેઠી, રશેલ શેલી અને મનીષ ચૌધરી પણ જોવા મળશે. આ શોમાં દેખાડવામાં આવ્યું છે કે પંજાબમાં એક એનઆરઆઇનાં લગ્ન પહેલાં જ તેની હત્યા કરવામાં આવે છે. એ ઘટનાને ઉકેલવામાં અનેક રહસ્યો પરથી પડદો ઊઠે છે. એની સ્ટોરી ‘પાતાલ લોક’ના સુદીપ શર્માએ ગુનજીત ચોપડા અને દિગ્ગી સિસોદિયાએ મળીને લખી છે. રણદીપ ઝાએ આ શોને ડિરેક્ટ કર્યો છે. આ શો વિશે કર્ણેશ શર્માએ કહ્યું કે ‘આ ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા પંજાબમાં દેખાડવામાં આવ્યો છે. એમાં સંડોવાયેલા બે પોલીસની સાથે જે પણ લોકો આ ઘટનાની તપાસમાં જોડાય છે તેમની પર્સનલ લાઇફ પર અસર થાય છે. સુદીપ, રણદીપ અને પાવરફુલ કાસ્ટની સાથે ખરેખર વિશ્વસનીય સ્ટોરી લઈને આવ્યા છે અને એને લોકોને દેખાડવા માટે ઉત્સુક છીએ.’