આ સિરીઝમાં તેની સાથે રિચર્ડ મૅડન પણ જોવા મળી રહ્યો છે.
પ્રિયંકા ચોપડા
પ્રિયંકાની ‘સિટાડેલ’ જોઈને તેની ઍક્ટિંગની ભારોભાર પ્રશંસા મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ કરી છે. આ શોમાં તે નાદિયા સિંહના રોલમાં દેખાઈ રહી છે. આ સિરીઝમાં તેની સાથે રિચર્ડ મૅડન પણ જોવા મળી રહ્યો છે. આ શો ૨૮ એપ્રિલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ઇંગ્લિશ, હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને અન્ય ઇન્ટરનૅશનલ ભાષામાં પણ રિલીઝ થયો છે. ‘સિટાડેલ’ જોયા બાદ ટ્વિટર પર આનંદ મહિન્દ્રએ ટ્વીટ કર્યું કે ‘આ વીક-એન્ડમાં મેં ‘સિટાડેલ’ના એપિસોડ્સ જોયા છે. રુસો બ્રધર્સના ડિજિટલ પ્લૅટફૉર્મના આ શોને હું જોતો જ રહી ગયો. જોકે પ્રિયંકાનો ઍક્શન અવતાર જોઈને ચોંકી ગયો છું. તેણે મોટા ભાગના ઍક્શન હીરોને પછાડી દીધા છે. ફૌજીના બાળકો મહત્ત્વાકાંક્ષી અને અનુકૂળ હોય છે અને તે આના પર ખરી સાબિત થઈ છે. એનું શ્રેય તો તમારે તેને આપવું જ જોઈએ. તે પોતાની શરતો પર જીવન જીવે છે. તે એક સમયે એક સ્ટેપ લે છે. તેને વધુ પાવર મળે.’
આ પણ વાંચો : Met Gala:પ્રિયંકાએ પહેર્યો મોંઘોદાટ ડાયમંડ નેકલેસ, કરડોમાં નહીં અબજોમાં છે કિંમત
ADVERTISEMENT
પ્રિયંકા પર તેના પિતાએ કેમ લગાવ્યા હતા પ્રતિબંધ?
પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું છે કે તે જ્યારે અમેરિકાથી સ્ટડી કરીને ભારત આવી ત્યારે તેના પિતા અશોક ચોપડાએ તેના પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા. ૧૬ વર્ષની ઉંમરે તે જ્યારે ઘરે પાછી આવી એ વખતે તેના પિતાનું વર્તન કેવું હતું એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મારા પિતા અતિશય ગભરાઈ ગયા હતા કેમ કે તેમણે ૧૨ વર્ષની દીકરીને અમેરિકા ભણવા મોકલી હતી. મેં કૂલ દેખાવાના ચક્કરમાં પોતાના વાળ કાપી નાખ્યા હતા. આ એક જ વસ્તુ હતી જે મેં કરી હતી. અમેરિકન હૉર્મોન્સ અને ફૂડ સાથે હું ઘરે આવી હતી. હું જ્યારે ભારત આવી તો હું એક નાનકડા શહેરમાં હતી. હું જે પ્રકારે અમેરિકાની હાઈ સ્કૂલમાં રહેતી હતી એ રીતે મેં અહીં રહેવાનું શરૂ કર્યું તો છોકરાઓ મારો પીછો કરવા લાગ્યા હતા. એમાંના એકે તો રાતે મારી બારીમાં કૂદકો માર્યો હતો. આ જ કારણ છે કે મારા પિતાએ બારી પર સળિયા લગાવી દીધા હતા. મારા પિતાએ આદેશ આપી દીધા હતા કે મારે જીન્સ નહીં પણ ઇન્ડિયન સૂટ્સ પહેરવાના રહેશે. મારા પિતા એટલા તો ડરી ગયા હતા કે હું જ્યાં પણ જતી ત્યાં ડ્રાઇવર સાથે રહેતો હતો. ત્યાર બાદ મારી કરીઅરની શરૂઆત થઈ. જોકે મને મારા પિતાને જે સહન કરવાનું આવ્યું એ વિશે ખૂબ ખરાબ લાગી રહ્યું છે. મને એવું લાગતું હતું કે હું અજેય હતી. મને એવો એહસાસ હતો કે હું કંઈ પણ કરી શકું છું. જોકે મેં જોયું કે કોઈ મારા બેડરૂમની બહાર બાલ્કનીમાં ઊભું હતું અને મેં તેને જોતાં જ ચીસ પાડી હતી અને મારા ડૅડી પાસે ગઈ હતી. મારા ડૅડી આવ્યા. તેને પકડવા દોડ્યા, પરંતુ તે નાસી ગયો. બીજા જ દિવસે મારા ડૅડીએ કહ્યું કે તારા માટે નિયમો બનાવ્યા છે.’