છ પાર્ટની આ સિરીઝને ડિસ્કવરી પ્લસ પર ઇન્ડિયા, અમેરિકા, યુકે અને ફિલિપીન્સમાં દેખાડવામાં આવશે
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન હવે ‘ધ જર્ની ઓફ ઇન્ડિયા’ને નરેટ કરવા જઈ રહ્યા છે. વૉર્નર બ્રધર્સ અને ડિસ્કવરી દ્વારા ઇન્ડિયાની આઝાદીનાં ૭૫ વર્ષને સેલિબ્રેટ કરવા માટે ‘ધ જર્ની ઑફ ઇન્ડિયા’ શો બનાવ્યો છે. છ પાર્ટની આ સિરીઝને ડિસ્કવરી પ્લસ પર ઇન્ડિયા, અમેરિકા, યુકે અને ફિલિપીન્સમાં દેખાડવામાં આવશે. તેમ જ ડિસ્કવરી નેટવર્ક ચૅનલ પર ૧૪૦થી વધુ દેશમાં દેખાડવામાં આવશે. આ શોનું પ્રીમિયર દસ ઑક્ટોબરે કરવામાં આવશે. આ શોમાં ઇન્ડિયાને સેલિબ્રેટ કરવામાં આવશે. તેમ જ કલ્ચર, લોકોના સ્પિરિટ અને ઇન્ડિયા આજે જ્યાં પહોંચ્યું છે ત્યાં કેવી રીતે પહોંચ્યું એ વિશે દેખાડવામાં આવશે. આ શોનું નરેશન અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવ્યું છે.

