આ શોમાં જુહી ચાવલા, સોહા અલી ખાન, ક્રિતિકા કામરા, કરિશ્મા તન્ના, આયેશા ઝુલ્કા અને શહાના ખાન લીડ રોલમાં દેખાશે
આ છે ‘હશ હશ’ની નારીશક્તિ
ક્રાઇમ-ડ્રામા સિરીઝ ‘હશ હશ’નું ટ્રેલર જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એ વખતે નારીશક્તિ દેખાઈ આવી હતી. આ શોમાં જુહી ચાવલા, સોહા અલી ખાન, ક્રિતિકા કામરા, કરિશ્મા તન્ના, આયેશા ઝુલ્કા અને શહાના ખાન લીડ રોલમાં દેખાશે. એ મિસ્ટરી-થ્રિલરને તનુજા ચન્દ્રાએ ડિરેક્ટ કરી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ સિરીઝ બાવીસ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. એના ટ્રેલર-લૉન્ચ વખતે તમામ ખૂબસૂરત ઍક્ટ્રેસિસે પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. એ તમામ સુંદરીઓએ અનોખો પોઝ આપ્યો હતો. સમીર માર્કંડે

