આ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘સિનેમાની દુનિયામાં તબુમાં ગજબની ટૅલન્ટ છે એમાં બેમત નથી. તે જે રીતે પાત્રમાં ઘૂસે છે અને એને સ્ક્રીન પર જીવંત બનાવે છે એ ગજબનું છે.
તબુ
તબુનું કહેવું છે કે વિશાલ ભારદ્વાજ સાથે સમયની સાથે મારા સંબંધ વધુ ગાઢ બન્યા છે. તેમણે ‘મકબૂલ’ અને ‘હૈદર’ જેવી ફિલ્મ બાદ હવે સ્પાય થ્રિલર ‘ખુફિયા’માં કામ કર્યું છે. આ ફિલ્મ પાંચમી ઑક્ટોબરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે અને એમાં તેની સાથે અલી ફઝલ અને વામિકા ગબી પણ જોવા મળશે. આ વિશે વાત કરતાં તબુએ કહ્યું કે ‘વિશાલ ભારદ્વાજ સાથે ફરી ‘ખુફિયા’માં કામ કરીને હું ખૂબ ખુશ છું. નેટફ્લિક્સ સાથેનું અમારું આ કોલૅબરેશન ખૂબ એક્સાઇટિંગ રહ્યું છે. વિશાલની સ્ટોરીટેલિંગ મને ખૂબ પસંદ છે અને ‘ખુફિયા’ એમાંથી બાકાત નથી. ‘મકબૂલ’થી લઈને ‘હૈદર’ સુધીની અમારી જર્નીમાં અમારા સંબંધ વધુ ગાઢ બન્યા છે. આથી અમારી લેટેસ્ટ ફિલ્મને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે એ જાણવા માટે હું આતુર છું.’
આ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘સિનેમાની દુનિયામાં તબુમાં ગજબની ટૅલન્ટ છે એમાં બેમત નથી. તે જે રીતે પાત્રમાં ઘૂસે છે અને એને સ્ક્રીન પર જીવંત બનાવે છે એ ગજબનું છે. ‘ખુફિયા’ દ્વારા તેના પાત્રને તે જે રીતે સ્ક્રીન પર લાવી છે એ દ્વારા તેણે ફરી તેની ટૅલન્ટ પુરવાર કરી છે. તેના જેવા ઍક્ટર સાથે કામ કરવું એ નસીબની વાત છે. તેનો પર્ફોર્મન્સ દર્શકોને આશ્રર્યચકિત કરી દેશે.’