આ શો નેટફ્લિક્સ પર તેર જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે.
મેં ઘણી ટ્રૂ સ્ટોરી કરી છે, પરંતુ ‘ટ્રાયલ બાય ફાયર’ ખૂબ જ ટ્રૅજિક છે : અભય દેઓલ
અભય દેઓલનું કહેવું છે કે ‘ટ્રાયલ બાય ફાયર’ ખૂબ જ ટ્રૅજિક સ્ટોરી છે. તેણે અગાઉ ઘણી ટ્રૂ સ્ટોરીમાં કામ કર્યું છે, પરંતુ આ એકદમ હટકે છે. આ શો નેટફ્લિક્સ પર તેર જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે. આ શોનું પોસ્ટર શૅર કરીને અભયે કૅપ્શન આપી હતી કે ‘મારા માટે આ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ રોલ હતો. મેં અગાઉ ઘણી ટ્રૂ સ્ટોરીઝ કરી છે, પરંતુ આ એકદમ ટ્રૅજિક છે. એક ફાયરને કારણે ઘણી ટ્રૅજેડી જોવા મળે છે. ટ્રૅજેડીઝ જેને નીલમ અને શેખર કૃષ્ણમૂર્તિ છેલ્લા બેથી વધુ દાયકાથી જોતા આવ્યા છે. તેમની જર્નીને ‘ટ્રાયલ બાય ફાયર’માં જોઈ શકાશે.’