આશ્રમ’માં તે ભોપા સ્વામીના રોલમાં દેખાયો હતો
ચંદન રૉય સાન્યાલ
ચંદન રૉય સાન્યાલનું કહેવું છે કે લોકો તમને તમારા કૅરૅક્ટરના નામે ઓળખે તો એનાથી મોટો રિવૉર્ડ કોઈ ન હોય. ‘આશ્રમ’માં તે ભોપા સ્વામીના રોલમાં દેખાયો હતો. તેનું આ પાત્ર ઘર-ઘરે જાણીતું થઈ ગયું છે. તે ‘આશ્રમ’ની ચોથી સીઝનમાં પણ દેખાવાનો છે. પોતાના પાત્રના નામથી લોકો ઓળખે એ વિશે ચંદને કહ્યું કે ‘મને હંમેશાંથી આશ્ચર્ય થતું હતું કે આ શો અનેક લોકો સુધી પહોંચી ગયો છે. દેશના મોટા ભાગના લોકોએ એ શો જોયો અને તેમને ગમ્યો પણ. તમારા કૅરૅક્ટરના નામે તમને ઓળખવામાં આવે એ દરેક ઍક્ટરનું સપનું હોય છે. આનાથી મોટો રિવૉર્ડ કોઈ ન હોઈ શકે. એ બદલ હું આભારી છું.’