મિશન ઝુલ્ફિકાર પછી શ્રીકાંતની લાઇફમાં શું થાય છે એ એક્સપ્લોર કરીશું
મનોજ બાજપાઈ
ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આવેલી ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનનું કામ શરૂ થઈ ગયું છે. રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડી. કે. દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને લખવામાં આવેલી આ વેબ-સિરીઝ હાલમાં રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝમાં ટેરરિઝમ અને એક ઇન્ટેલિજન્સ પોલીસ-ઑફિસરની સામાન્ય લાઇફને ખૂબ સારી રીતે દેખાડવામાં આવી છે. આ શોને એ રીતે છોડવામાં આવ્યો છે કે એની બીજી સીઝન બનાવવામાં આવશે. આ વિશે પૂછતાં ક્રિષ્ણા ડી. કે.એ કહ્યું હતું, ‘સ્ટોરીને કેવી રીતે આગળ લઈ જવી એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમે આ શોનો જે રીતે એન્ડ કર્યો છે એ રીતે એન્ડ કરવાનો અમારો પ્લાન નહોતો, પરંતુ એ ઑટોમૅટિક જ બની ગયો હતો. ‘મિશન ઝુલ્ફિકાર’ બાદ શ્રીકાંતની લાઇફમાં શું થાય છે એને અમે એક્સપ્લોર કરીશું. અમે સુચિત્રા અને અરવિંદની રિલેશનશિપ પણ દેખાડીશું.’
આ પણ વાંચો : ઈશાન ખટ્ટર સાથે ખાલી પીલીમાં કામ કરવા માટે ઉત્સાહી છે અનન્યા પાન્ડે
ADVERTISEMENT
આ શોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એની સફળતા વિશે ક્રિષ્ણા ડી. કે.એ કહ્યું હતું, ‘આ સ્ટોરીને આગળ લઈ જવા માટે દુનિયાભરના દર્શકોનું ખૂબ જ પ્રેશર છે. આ પ્રકારના શો માટેના ઘણા દર્શકો છે અને આ શોને જે પ્રકારની સફળતા મળી છે એ જોઈને આ સ્ટોરીને અમે જે પ્રકારે આગળ લઈ જવા માગીએ છીએ એ રીતે લઈ જવા માટે પ્રેરણા મળે છે.’