કોર્ટ માર્શલમાં અભિનેતા સક્ષમ દાયમા મહત્વના રોલમાં
સક્ષમ દાયમા
ઑનલાઇન ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ માટે જાણીતા ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા રાજીવ ખંડેલવાલ અભિનીત ‘કોર્ટ માર્શલ’ વેબ-સિરીઝની તૈયારી ચાલી રહી છે. રોમૅન્ટિક સિરિયલ ‘કહીં તો હોગા’ અને રાજકુમાર ગુપ્તાની થ્રિલર ફિલ્મ ‘આમિર’માં પોતાની ઍક્ટિંગથી પ્રશંસા મેળવનારો રાજીવ આ પહેલાં અલ્ટ બાલાજીની ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ સિરીઝમાં ટેલિવિઝન ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે જોડી જમાવી ચૂક્યો છે.
નૉવેલિસ્ટ સ્વદેશ દીપકના જાણીતા નાટક ‘કોર્ટ માર્શલ’ પર આધારિત આ વેબ-સિરીઝમાં ભગવાન તિવારી, ગોવિંદ પાંડે, સ્વપ્નિલ કોતરીવાલ ઉપરાંત ‘ફિર ભી ન માને... બદતમીઝ દિલ’ અને ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી’ સિરિયલમાં દેખાયેલી રોશની સહોતા પણ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીની કંપની બનાવશે બે વેબ-સિરીઝ અને એક ડેઇલી સોપ
આ કાસ્ટમાં હવે નવું નામ ઉમેરાયું છે, તે છે સક્ષમ દાયમાનું જેને આપણે હિટલિસ્ટ, સરકાર અને ફોર્સ જેવી ફિલ્મોમાં જોયો છે. ‘કોર્ટ માર્શલ’માં તેનું પાત્ર મહત્ત્વનું હોવાનું કહેવાઈ રહ્યું છે.