એકવીસ શહીદ પર જે. પી. દત્તાની વેબ-સિરીઝ શહીદ
જે. પી. દત્તા
યુદ્ધની પૃષ્ઠભૂમિ પર અદ્ભુત ફિલ્મો બનાવનારા જે. પી. દત્તા હવે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ આગળ વધ્યા છે. છેલ્લાં બે વર્ષના રિસર્ચ પછી દત્તાએ દેશના એવા ૨૧ શહીદો પર સ્ક્રિપ્ટ તૈયાર કરી છે જેની શહીદીની નોંધ કોઈએ લીધી નથી. ૨૧ શહીદ પર બનનારી આ વેબ-સિરીઝમાં દરેક શહીદ પર એક કલાકનો એક એપિસોડ હશે, આ ૨૧ એપિસોડની સિરીઝનું ટાઇટલ ‘શહીદ’ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સની’સ કામાસૂત્રા
ADVERTISEMENT
સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જો કોઈ હોય તો એ કે ‘શહીદ’ના તમામ એપિસોડમાં જે. પી. દત્તાની દીકરી નિધિ દત્તા ઍક્ટિંગ કરશે અને જે વીર શહીદ છે તેની વાઇફ, ગર્લફ્રેન્ડ કે બહેનના કૅરૅક્ટરમાં તે જોવા મળશે. એક એપિસોડમાં તો નિધિએ દેશના જવાનની વિધવા માતાનું કૅરૅક્ટર કરવાનું નક્કી કર્યું છે, જેની ઉંમર ૬૦ વર્ષની છે, જ્યારે નિધિ પોતે હજી માંડ ૨૪ની થઈ છે.

