Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેહા શર્મા સ્ટારર વેબ સિરીઝ ‘36 ડેઝ’નું સસ્પેન્સ-થ્રીલર ટ્રેલર થયું રિલીઝ

નેહા શર્મા સ્ટારર વેબ સિરીઝ ‘36 ડેઝ’નું સસ્પેન્સ-થ્રીલર ટ્રેલર થયું રિલીઝ

28 May, 2024 06:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘36 Days’ Web Series: આ સિરીઝ યુકેના એક ટીવી શો ‘35 ડેઝ’નું ઓફિશિયલ ઇન્ડિયન એડેપ્ટેશન છે.

નેહા શર્માની ફાઇલ તસવીર

નેહા શર્માની ફાઇલ તસવીર


એક અંધારી દુનિયાના રહસ્યો, વિશ્વાસઘાત અને પ્રતિબંધિત સત્યોની એક પાવરફૂલ સ્ટોરીન અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ. આ અંધારી દુનિયાના રાઝ પરથી પડદો ઉઠાવવા અભિનેત્રી નેહા શર્મા (‘36 Days’ Web Series) સ્ટારર નવી સસ્પેન્સ ક્રાઇમ થ્રીલર વેબ સિરીઝ ‘36 ડેઝ’ હવે ટૂંક સમયમાં દર્શકોને એક થ્રીલરનો અનુભવ કરાવવા માટે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.


વિશાલ ફુરિયા દ્વારા ડિરેકેટ કરવામાં આવેલી ‘36 ડેઝ’ વેબ સિરીઝ (‘36 Days’ Web Series) દર્શકોને બેસ્ટ એક્પેરિયન્સ આપવાનું કામ કરશે. ‘36 ડેઝ’ વેબ સિરીઝમાં નેહા શર્માની સાથે પુરબ કોહલી, શ્રુતિ સેથ, ચંદન રોય સન્યાલ, અમૃતા ખાનવિલકર, શરીબ હશ્મી, સુશાંત દિવગિકર, શરનાઝ પટેલ, ફૈશલ રશીદ, ચાહત વિગ અને કેનેથ દેસાઈ વગેરે એક્ટર્સ પણ તેમના પાત્રો દ્વારા એક મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. આ વેબ સિરીઝમાં દર્શકોને એક સસ્પેન્સ અને રહસ્યથી ભરપૂર રોમાંચક સફરનો અનુભવ થશે એવી મેકર્સને આશા છે.



નેહા શર્મા સ્ટારર વેબ સિરીઝ ‘36 ડેઝ’ (‘36 Days’ Web Series) નું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆતમાં એક સ્પસ્પેન્સ ફૂલ મ્યુઝિક જોવા મળી રહ્યું છે તેમ જ એક અનેક રહસ્યો અને ડાર્કનેસથી ભરપૂર દુનિયાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ‘36 ડેઝ’ના ટીઝરની શરૂઆતમાં નેહા શર્માનું કેરેક્ટર પાત્ર બાબતે બતાવવામાં આવ્યું છે કે તે એક શાંત વિસ્તારમાં રેન્ટ પર રહેવા માટે આવે છે તે દરમિયાન તે સ્વિમ સૂટ પહેરીને પૂલમાં આવે છે ત્યારે નેહા ત્યાં ઊભા રહેલા દરેક પુરુષોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. નેહા શર્માને ઓરેન્જ સ્વિમ સૂટમાં જોઈને દરેક લોકો તેના પર ફિદા થઈ ગયા છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony LIV (@sonylivindia)


‘36 ડેઝ’ને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને બીબીસી સ્ટુડિઓઝ (‘36 Days’ Web Series) ઇન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ સિરીઝ યુકેના એક ટીવી શો ‘35 ડેઝ’નું ઓફિશિયલ ઇન્ડિયન એડેપ્ટેશન છે. યુકેના આ શોને મૂળ રીતે Boom Cymru દ્વારા S4C માટે બનાવવામાં આવ્યું હતું અને તેને ITV સ્ટુડિયો દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યું હતું. યુકેના ‘35 ડેઝ’ના ઓફિશિયલ રાઇટ્સ લઈને ભારતના દર્શકોને પણ એક થ્રીયલ વેબ સિરીઝનો અનુભવ કરાવવા માટે ‘36 ડેઝ’ બનાવવામાં આવી છે.

નેહા શર્માની લીડ સાથે ‘36 ડેઝ’ હવે ખૂબ જ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવવાની છે. જેથી હવે આ નવી વેબ સિરીઝ દર્શકોને કયા પ્રકારનું એન્ટરટેનમેન્ટ પૂરું પાડશે તે સિરીઝ રિલીઝ થયા બાદ જ જાણવા મળશે. તેમ જ આ નવી વેબ સિરીઝને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2024 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK