‘મેઇડ ઇન હેવન’માં કામ કર્યા બાદ ઍક્ટ્રેસને હવે ઑડિશન્સ માટે કૉલ આવવા લાગ્યા છે
યાનિઆ ભારદ્વાજ
ઍમેઝૉન પ્રાઇમની સફળ સિરીઝ ‘મેઇડ ઇન હેવન’માં પંજાબી છોકરી સુખમાની સદાનાનું કૅરૅક્ટર ભજવીને લોકોનું ધ્યાન ખેંચનારી ઍક્ટ્રેસ યાનિઆ ભારદ્વાજને ‘ક્રિમિનલ જસ્ટિસ’ ફેમ ડિરેક્ટર વિશાલ ફુરિયાની ફિલ્મ ‘છોરી’ મળી છે. છોરીમાં લીડ રોલમાં નુસરત ભરૂચા છે.
યાનિઆ ભારદ્વાજે કહ્યું હતું કે ‘મેઇડ ઇન હેવનને કારણે મારી કરીઅર વ્યવસ્થિત ચાલવા માંડી. લૉકડાઉન દરમ્યાન મેં ઘરેથી જ ‘છોરી’ માટે ઑડિશન આપ્યું હતું. જોકે ડિરેક્ટર વિશાલે ‘મેઇડ ઇન હેવન’ નહોતું જોયું. મેં શો રીલ મૂકવાની વાત કરી તો એની ના પાડીને કહ્યું કે તારું કૅરૅક્ટર ‘મેઇડ ઇન હેવન’ની પંજાબી છોકરીથી તદ્દન જુદું છે! ‘મેઇડ ઇન હેવન’ સિરીઝ પછી કાસ્ટિંગ ડિરેક્ટર્સ મને ગંભીરતાથી લેવા માંડ્યા છે. તેઓ મને કૉલ જ નહોતા કરતા, હવે સીધા ઑડિશન માટે બોલાવે છે!’
ADVERTISEMENT
ફિટ ઍન્ડ ફાઇન રહેતી યાનિઆ ભારદ્વાજ માને છે કે પર્ફેક્ટ બૉડી જેવું કાંઈ છે જ નહીં. તેણે કહ્યું કે ‘ઍક્ટિંગ કરવા માટે ચોક્કસ પ્રકારનું ફિગર હોવું જોઈએ એ મિસકન્સેપ્શન છે. પર્ફેક્ટ બૉડી જેવું કકાંઈ હોતું જ નથી. હેલ્ધી રહેવું જરૂરી છે. બહુ બધા રોગો હોય અને એઇટ પૅક ઍબ્સ હોય તો એનો કોઈ અર્થ નથી.’