છેલ્લાં ૧૫ વર્ષોથી દર્શકોનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ફરી એક જૂનું પાત્ર તાજેતરમાં પાછું ફર્યું છે. નવા વર્ષે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. શૉમાં બાવરીના પાત્રનું પુનરાગમન થઈ ગયું છે. મોનિકા ભદોરિયાએ સિરિયલ છોડ્યા બાદ મેકર્સે નવીના વાડેકરને આ બાવરીના પાત્ર માટે પસંદ કરી છે. શૉમાં નવીના વાડેકરની એન્ટ્રી બાદ રીલ લાઈફ કપલ બઘા-બાવરીએ તારક મહેતાના સેટ પર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી, જેમાં નવીના વાડેકરે ખુલાસો કર્યો કે તેને બાવરીના પાત્રની કઈ વાત પ્રભાવિત કરે છે.