માસ્ટર શેફમાં જોવા મળશે અક્ષયકુમાર?
માસ્ટર શેફમાં જોવા મળશે અક્ષય કુમાર
સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘માસ્ટર શેફ’માં બહુ જલદી અક્ષયકુમાર જોવા મળશે એવી ચર્ચા છે. બ્રિટિશ સીઝન ‘માસ્ટર શેફ’ પરથી ઇન્ડિયામાં ૨૦૧૦માં આ શો શરૂ કરવામાં આવ્યો હતો. આ પહેલી સીઝનને અક્ષયકુમાર દ્વારા હોસ્ટ અને જજ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ શોની તમામ સીઝનને શેફ વિકાસ ખન્નાએ અન્ય શેફ સાથે મળીને જજ કરી હતી. આ શોની છઠ્ઠી સીઝનમાં પણ વિકાસ ખન્ના અન્ય શેફ રણવીર બ્રાર અને વિનીત ભાટિયા સાથે મળીને જજ કરશે. આ સીઝનના પહેલા શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે અક્ષયકુમાર જોવા મળશે એવી ચર્ચા છે. સાત ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આ શો માટે અક્ષયકુમારે હજી સુધી તેની તારીખો નથી ફાળવી. તે હાલમાં તેની ‘ગુડ ન્યુઝ’ને પ્રમોટ કરી રહ્યો છે અને આ શોમાં પણ તે ફિલ્મને પ્રમોટ કરે તો નવાઈ નહીં. જોકે ૯૯.૯૯ ટકા આ શોમાં તે જોવા મળશે એવી શક્યતા છે.