‘એક મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર’માં બાબાસાહેબના ટીનેજ કૅરૅક્ટર માટે પસંદ થયેલો અથર્વ કાર્વે મેકઅપ વિના પણ ડિટ્ટો બાબાસાહેબ જ લાગે છે
ત્રણસો ટીનેજર્સમાંથી અથર્વ જ કેમ પસંદ થયો આંબેડકરના રોલ માટે?
ઍન્ડ ટીવીના શો ‘એક મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર’ આવતા દિવસોમાં એક નવા પડાવ પર પહોંચી રહ્યો છે ત્યારે શોમાં ટીનેજ બાબાસાહેબની એન્ટ્રી થશે. આ ટીનેજ આંબેડકરને શોધવા માટે પ્રોડક્શન-હાઉસે ત૦૦ ટીનેજર ઍક્ટર શૉર્ટલિસ્ટ કર્યા હતા અને એ પછી છેક ફાઇનલી કિશોરાવસ્થાના બાબાસાહેબ મળ્યા છે, જે કૅરૅક્ટર હવે અથર્વ કાર્વે કરશે. અથર્વ મેકઅપ વિના પણ ડિટ્ટો બાબાસાહેબ જેવો જ લાગતો હોવાથી તેને પસંદ કરવામાં આવ્યો છે, પણ સાથોસાથ તેની બૉડી-લૅન્ગ્વેજ અને જેશ્ચર પણ બહુ મહત્ત્વનું કામ કરી ગયાં હતાં. બાબાસાહેબની આઇકૉનિક મુદ્રાને અથર્વએ જે પ્રકારે આ ટીનેજમાં જ સામેલ કરી લીધી છે એ અદ્ભુત છે અને એને જ કારણે તેને બાબાસાહેબની કિશોરાવસ્થા માટે પસંદ કરવામાં
આવ્યો છે.
અથર્વ કહે છે, ‘નૅચરલી મારે માટે આ બહુ મોટી વાત છે. બાબાસાહેબ માટે મને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો એ પહેલેથી હું તેમના પર આધારિત અનેક ડૉક્યુમેન્ટરીઓ જોઈ ચૂક્યો હતો અને મેં તેમની લાઇફ પર આધારિત બુક્સ વાંચવાનું પણ શરૂ કરી દીધું હતું.’

