ખુશવંતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’, ‘સસુરાલ સીમર કા’ અને ‘ઈશ્ક કા રંગ સફેદ’માં પણ કામ કર્યું છે
ખુશવંત વાલિયા
‘નાગિન 3’ અને ‘વો તો હૈ અલબેલા’માં જોવા મળેલા ખુશવંત વાલિયાનું કહેવું છે કે શો જ્યારે ફેમસ થાય તો તમને ફાઇનૅન્શિયલી સ્ટૅબિલિટી મળે છે. ખુશવંતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’, ‘સસુરાલ સીમર કા’ અને ‘ઈશ્ક કા રંગ સફેદ’માં પણ કામ કર્યું છે. શોને લઈને ખુશવંતે કહ્યું કે ‘શો જ્યારે પૉપ્યુલર થાય અને દરેકને ગમે તો મને લાગે છે કે એ તમને આર્થિક સ્થિરતા આપે છે. સાથે જ તમારો શો એક વર્ષ સુધી ચાલે તો મને લાગે છે કે ડેઇલી સોપ પૂરી રીતે ગેમ-ચેન્જર બની જાય છે. આવતી કાલે જો તમારી કરીઅરમાં નબળો તબક્કો આવે તો તમને કદાચ એવો એકાદ શો મળી જાય જે બધું જ બદલી નાખે. તમે ફરી પાછા ટ્રૅક પર અને ટીઆરપી પર આવી જાઓ છો. ટીવી સાથે તો સ્ટૅબિલિટી અને કમ્ફર્ટ્સ હોય છે, કારણ કે તમે મહિનામાં ૨૦-૨૫ દિવસ શૂટિંગ કરો છો અને ગેર-ઘેર જાણીતા થઈ જાઓ છો. વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા પર આપણે પ્રભાવિત થઈએ છીએ. એ પ્લૅટફૉર્મ પર તમે ખૂબ ફેમસ થઈ જાઓ છો અને એના માધ્યમથી પણ તમને આવક મળવાની શરૂ
થાય છે.’

