અપરા મહેતા હવે કલર્સ પર આવતા ‘સુહાગન ચુડૈલ’માં જોવા મળશે
અપરા મહેતા
અપરા મહેતા હવે કલર્સ પર આવતા ‘સુહાગન ચુડૈલ’માં જોવા મળશે. ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’ દ્વારા ઘર-ઘરમાં જાણીતાં બનેલાં અપરા મહેતા પહેલી વાર સુપરનૅચરલ શોમાં કામ કરી રહ્યાં છે. ‘સુહાગન ચુડૈલ’માં તેઓ યોગિની કપિલાનું પાત્ર ભજવી રહ્યાં છે. આ વિશે વાત કરતાં અપરા મહેતા કહે છે, ‘શરૂઆતમાં આ શોને લઈને હું અવઢવમાં હતી, કારણ કે મેં આ પહેલાં સુપરનૅચરલ શોમાં કામ નહોતું કર્યું. જોકે અદ્ભુત ટીમ અને નિયા શર્મા સાથે કામ કરવાની મને ખુશી છે. મને ખાતરી થઈ ગઈ છે આ એક અદ્ભુત શો રહેશે. હું યોગિનીનું પાત્ર ભજવી રહી છું. મેં અત્યાર સુધી જેટલાં પણ પાત્રો ભજવ્યાં છે એના કરતાં મારો લુક એકદમ અલગ છે.’