‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ના દેવના કૅરૅક્ટરમાંથી શાહીરે પોતાની રિયલ લાઇફમાં ઘણી બાબતો ઉતારી દીધી છે
દેવના પાત્રમાંથી શું શીખ્યો શાહીર શેખ?
શાહીર શેખનું કહેવું છે કે તે દેવના પાત્રમાંથી ઘણુંબધું શીખ્યો છે. સોની પર આવતા ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’માં તે દેવ દીક્ષિતનું પાત્ર ભજવી રહ્યો છે. આ શોના શૂટિંગ દરમ્યાન તેણે તેના પાત્રમાંથી રિયલ લાઇફમાં ઘણીબધી વસ્તુઓ ઉતારી છે. તેણે એક પ્રેમાળ દીકરા, પ્રેમી, પતિ અને પિતાની ભૂમિકા ભજવી છે. આ પાત્રનો જેમ-જેમ વિકાસ થયો છે એમ-એમ શાહીરના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો છે.
આ સંદર્ભે વાત કરતાં શાહીરે કહ્યું કે ‘કોઈ પણ વ્યક્તિમાં લાઇફના જુદા-જુદા પડાવમાં ફિઝિકલીની સાથોસાથ ઇમોશનલી પણ બદલાવ આવે છે. આ લાઇફ દરમ્યાન આપણે જુદી-જુદી વ્યક્તિને મળીએ છીએ અને તેઓ આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. દરેક રિલેશનશિપની પોતાની જર્ની હોય છે. મેં જ્યારે આ શો પસંદ કર્યો ત્યારે લાઇફ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ અલગ હતો, પરંતુ શોના વિકાસની સાથે અને દેવના વિકાસની સાથે મારો પણ વિકાસ થતો ગયો. રિલેશનશિપ્સ અને લાઇફમાં આવતી ચૅલેન્જનો સામનો કરવા માટે દેવ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. તમે પ્રેમી હો, દીકરા હો કે પિતા હો, મેં કોઈ મહત્ત્વની વસ્તુ શીખી હોય તો એ છે કે રિલેશનશિપમાં કમ્યુનિકેશન હોવું ખૂબ જરૂરી છે.’