વરુણ બડોલાનું કહેવું છે કે તેને અલગ-અલગ રીજનલ પ્રોજેક્ટમાં કામ કરવું છે. વરુણ બડોલા ટીવી-સિરિયલ અને વેબ-શોની સાથે નાટકોમાં પણ કામ કરે છે.
વરુણ બડોલા
વરુણ બડોલાનું કહેવું છે કે તેને અલગ-અલગ રીજનલ પ્રોજેક્ટમાં કામ કરવું છે. વરુણ બડોલા ટીવી-સિરિયલ અને વેબ-શોની સાથે નાટકોમાં પણ કામ કરે છે. તેણે ટેલિ પ્લે ‘રૉન્ગ ટર્ન’માં કામ કર્યું છે. આ ટેલિપ્લેને હવે કન્નડ અને તેલુગુમાં ટ્રાન્સલેટ કરવામાં આવી રહ્યું છે. સ્વિસ રાઇટર ફ્રેડરિક ડ્યુરેન્માટની ૧૯૫૬માં આવેલી નૉવેલ ‘ધ બ્રેકડાઉન’ પરથી ઇન્સ્પાયર થઈને રણજિત કપૂરે આ ‘રૉન્ગ ટર્ન’ બનાવ્યો હતો. આ વિશે વાત કરતાં વરુણ બડોલાએ કહ્યું કે ‘ડબિંગ, સબટાઇટલ અને ટ્રાન્સલેશનના કારણે આજે ઘણી સ્ટોરીઝ વધુ લોકો સુધી પહોંચી રહી છે. મેં બે તામિલ ઍડમાં કામ કર્યું છે અને એક ઍક્ટર તરીકે હું અલગ-અલગ રીજનલ સ્ટોરીઝમાં કામ કરવા માગું છું.’

