વરુણ બડોલાના પિતા અને દિગ્ગજ અભિનેતા વિશ્વ મોહન બડોલાનું અવસાન
તસવીર સૌજન્ય: વરુણ બડોલા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ટેલિવિઝન અભિનેતા વરુણ બડોલા (Varun Badola)ના પિતા અને દિગ્ગજ અભિનેતા અને થિયેટર પર્સનાલિટી વિશ્વ મોહન બડોલાનું 23 નવેમ્બર 2020ના રોજ ઉંમર સંબંધિત બીમારીના કારણે નિધન થયું છે. વિશ્વ મોહન બડોલા થિયેટરમાં બહુ જાણીતુ નામ હતું. અભિનેતાના અવસાન પર દીકરાએ ઈમોશનલ નોટ લખીને તેમને શ્રદ્ધાંજલી આપી છે.
વિશ્વ મોહન બડોલાએ ઘણી ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને સૌથી વધારે થિયેટરમાં કામ કર્યું છે. લોકપ્રિય ટીવી અભિનેતા વરુણ બડોલા, ચરિત્ર અભિનેત્રી અલકા કૌશલ અને RJ કાલિંદી તેમનાં સંતાનો છે. સહુ પ્રથમ વિશ્વ મોહન બડોલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમની પુત્રવધૂ અને દીકરા વરુણ બડોલાની પત્ની રાજેશ્વરી સચદેવે કરી હતી. તેમના અવસાનથી પરિવાર આઘાતમાં છે અને પરિવારે શોક વ્યક્ત કરતાં કહ્યું, 'તેમના જવાથી અમને ઘણી મોટી ખોટ પડી છે.'
ADVERTISEMENT
પિતાના મૃત્યુ બાદ વરુણ બડોલાએ ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના બાળકો તેમને સંભાળતા નથી. ઘણાં ભૂલી જાય છે કે બાળકો હંમેશા તેમને જોઈ રહ્યા છે. મારા પિતા મને કશું શીખવવા ક્યારેય બેસતા નહીં. તેઓ મને જીવનમાં જાતે શીખવા દેતા. તેમણે એક એવું અનુકૂળ ઉદાહરણ બનાવ્યું કે મારી પાસે તેને અનુસરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો તમને લાગે કે હું એક સારો અભિનેતા છું, તો તેને દોષ તેમને જાય છે. જો હું લખું છું, તો તેની ક્રેડિટ પણ તેમણે લેવી પડશે. મારી પાસે તેમની ગાયિકીનો દસમો ભાગ પણ હોત તો હું સારો ગાયક બની શકત. હું દિલ્હી છોડીને મુંબઇ આવ્યો કારણ કે તેમનું નામ તે શહેરમાં ખૂબ જ મોટું હતું. લોકો મારી સાથે અણ્યાય કરતા અને તરફેણ કરતા કારણકે હું તેમનો પુત્ર હતો. તેમણે મને તરત જ કહી દીધું કે જો એવું હોય તો બીજી કોઈ જગ્યાએ જા અને ઓળખ બનાવ. તેમણે મને હંમેશાં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું કહ્યું. તેણે મને માણસ બનાવ્યો’.
View this post on Instagram
તેણે આગળ લખ્યું હતું કે, ‘બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ પત્રકાર હતા. દક્ષિણ પૂર્વ એશિયન બાબતોમાં માસ્ટર. બે વખત વિશ્વની સફર કરી હતી. ઓલ ઈન્ડિયા રેડિયો માટે તેમણે 400 કરતા વધુ નાટકો કર્યા હતા. તેઓ ઉત્તમ અભિનેતા હતા. જ્યારે તેઓ ગાતા સમય પણ અટકી જતો. કોઈ ભૂલ કરે, તેવા લેજન્ડ હતા. પણ મારી માટે તેઓ મારા પિતા છે. એક પિતા જે હંમેશાં જોતા અને હંમેશા સાંભળતા હતા. તો મહિલાઓ અને સજ્જનો, ધ મેન, ધ લિજેન્ડ, ધ ફેનોમેનને દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ તેમનો વારસો વિવિધ સ્વરૂપોમાં કાયમ રહેશે. શ્રી વિશ્વ મોહન બડોલા 1936 – 2020’.
વિશ્વ મોહન બડોલાએ શોબિઝની દુનિયામાં દાયકાઓ સુધી કામ કર્યું. અભિનય અને થિયેટરના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે 'સ્વદેશ', 'જોધા અકબર', 'પ્રેમ રતન ધન પાયો', અને 'લગે રહો મુન્ના ભાઈ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2018માં તેઓ તબ્બુ સ્ટારર ફિલ્મ ‘મિસિંગ’માં જોવા મળ્યા હતા. તે ઉપરાંત તેઓ અક્ષય કુમાર અભિનિત 'જોલી LLB 2'માં અને 'જલપરીઃ ધ ડેઝર્ટ મરમેડ'માં દેખાયા હતા.

