Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TV એક્ટ્રેસ કોમોલિકાની થઈ સર્જરી, દીકરા ક્ષિતિજે આપી ઊર્વશીની હેલ્થ અપડેટ્સ

TV એક્ટ્રેસ કોમોલિકાની થઈ સર્જરી, દીકરા ક્ષિતિજે આપી ઊર્વશીની હેલ્થ અપડેટ્સ

Published : 05 January, 2024 09:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉર્વશી ધોળકિયાને ગળાનું ટ્યૂમર ડિટેક્ટ થતાં નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઉર્વશી ધોળકિયાની ગળાની સર્જરી કરવામાં આવી. જેની માહિતી તેમના દીકરા ક્ષિતિજ ધોળકિયાએ આપી છે, જાણો આ વિશે વધુ.

ઉર્વશી ધોળકિયાની હૉસ્પિટલમાં બેડ પરની તસવીર (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

ઉર્વશી ધોળકિયાની હૉસ્પિટલમાં બેડ પરની તસવીર (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. કમોલિકાની થઈ નેક સર્જરી.
  2. દીકરા ક્ષિતિજે સોશિયલ મીડિયા પર આપી માહિતી.
  3. ગળાના ટ્યૂમર બાદ નાણાવટી હૉસ્પિટલમાં દાખલ ઉર્વશી ધોળકિયા, 15-20 દિવસનો આરામ

જાણીતી ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા પોતાના ટેલેન્ટ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. તેની ફેન ફૉલોઈંગ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા દ્વારા પોતાના દર્શકો સાથે જોડાયેલી રહે છે અને ઘણીવાર પોતાના ખાનગી જીવનની ઝલક પણ શૅર કરે છે. આ જ રીતે, તેના બન્ને દીકરા ક્ષિતિજ અને સાગર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉર્વશીના મોટા દીકરા ક્ષિતિજે પોતાની માની એક તસવીર શૅર કરી છે અને લોકોને ચોંકાવી દીધા છે કે તે હૉસ્પિટલમાં એડમિટ છે.


અમુક જ કલાક પહેલા, ક્ષિતિજ ધોળકિયાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર હૉસ્પિટલના રૂમમાંથી ઉર્વશી ધોળકિયાની એક તસવીર શૅર કરી છે. ઉર્વશીના બગડતા સ્વાસ્થ્યને કારણે, `નાગિન 6` એક્ટ્રેસને હૉસ્પિટલમાં દાખલ કરવું પડ્યું.



હાલ ઉર્વશી જૂહુની નાણાવટી હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહી છે. ક્ષિતિજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શૅર કર્યો, જેમાં ઉર્વશી હૉસ્પિટલમાં પથારી પર દેખાઈ રહી છે. જો કે, તેના હૉસ્પિટલમાં દાખલ હોવાનું કારણ પણ ખબર પડી ગઈ છે.


જાણો કેમ હૉસ્પિટલ પહોંચી ઉર્વશી?
ઉર્વશી ધોળકિયાએ (Urvashi Dholakia) પોતે જણાવ્યું કે તેને શું થયું છે. તેણે જણાવ્યું કે- ડિસેમ્બર 2023ની શરૂઆતમાં ગળામાં ટ્યૂમર (સિસ્ટ)ની ખબર પડવાને કારણે મારે સર્જરી (Neck Surgery) કરાવવી પડી. મારી સર્જરી સફળ રહી છે અને હવે મને 15થી 20 દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

`ઝલક દિખલા જા 11`માંથી બહાર થઈ ગઈ ઉર્વશી
ઉલ્લેખનીય છે કે, ઉર્વશી ધોળકિયાએ તાજેતરમાં જ ડાન્સ રિયાલિટી શૉ `ઝલક દિખલા જા સીઝન 11`માં જોવામાં આવી હતી. તેમની જોડી કોરિયોગ્રાફર વૈભવ ધુગે સાથે હતી. પોતાની પર્ફૉર્મન્સ વિશે વાત કરતા ઉર્વશી ધોળકિયાએ કહ્યું હતું, "મારી પહેલી પર્ફૉર્મન્સ ગભરાવનારી હતી. મને લાગે છે કે એક જ સમયમાં ઉત્સાહ અને ગભરામણ બન્ને હતી.હું આથી વધારેની આશા કરી પણ નહોતી રહી."


ઉર્વશી ધોળકિયાના શૉઝ
ઉર્વશી ધોળકિયાએ એક બાળ કલાકાર તરીકે શરૂઆત કરી અને `કસૌટી ઝિંદગી કી`માં કોમોલિકાનું ખૂબ જ લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. અત્યાર સુધી તેની બહેતરીન એક્ટિંગ માટે તેના વખાણ કરવામાં આવી રહ્યા છે. ઉર્વશીએ કેટલાક રિયાલિટી શૉઝ પણ કર્યા છે જેમાં તે `કૉમેડી સર્કસ`, `બિગ બૉસ 6`, `નચ બલિયે 9` અને હજી પણ કેટલાય છે.

ઉલ્લેખનીય છે કે 5 ફેબ્રુઆરી 2023ના રોજ ઉર્વશીની કારનો અકસ્માત થયો હતો. જોકે ઉર્વશીએ કોઈ ફરિયાદ નહોતી કરી અને એને માત્ર અકસ્માત જણાવ્યો હતો. કાશીમીરા પોલીસે ઉર્વશીના ડ્રાઇવરનું નિવેદન નોંધી લીધું હતું. ઉર્વશી  ‘કસૌટી ઝિંદગી કી’માં કોમોલિકાનું પાત્ર ભજવીને તે ફેમસ થઈ હતી. તે ‘બિગ બૉસ 6’ની વિજેતા પણ છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2024 09:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK