ઐશ્વર્યા ખરે ઍક્સિડન્ટ બાદ તેની દીકરી સાથે દેખાશે
ભાગ્યલક્ષ્મી
‘ભાગ્ય લક્ષ્મી’ હવે સાત વર્ષનો લીપ લેવા જઈ રહી છે. ‘રબ સે હૈ દુઆ’ના લીપ બાદ હવે આ શોમાં પણ લીપ આવશે. આ શોમાં લક્ષ્મીનું પાત્ર ભજવતી ઐશ્વર્યા ખરે હવે છ વર્ષની દીકરીની મમ્મી તરીકે જોવા મળશે. આ દીકરી પાર્વતીનું પાત્ર ત્રિશા શારદા દ્વારા ભજવવામાં આવી રહ્યું છે. શોમાં દેખાડવામાં આવ્યું છે કે લક્ષ્મીનો કેવી રીતે ઍક્સિડન્ટ થાય છે. રિશી એટલે કે રોહિત સુચંતી પણ તેને મૃત માની લે છે. જોકે શો લીપ લે છે અને તે એક ગામમાં તેની દીકરી સાથે રહેતી જોવા મળે છે. આ વિશે વાત કરતાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘લક્ષ્મીએ મને ઍક્ટર તરીકે વિકાસ કરવાની તક આપી છે અને એ માટે હું આ પાત્રની આભારી રહીશ. આ શોએ મને ઘણું શીખવ્યું છે જેને હું જીવનભર યાદ રાખીશ. આ શોમાં હવે હું મમ્મી તરીકેની નવી જર્ની શરૂ કરવા માટે આતુર છું. આ સાથે જ હું ખેતરમાં કામ કરતી પણ જોવા મળીશ. આ લીપ દ્વારા શોમાં નવીનતા જોવા મળશે. આ સાથે જ નવા ટર્ન અને ટ્વિસ્ટ દેખાશે. આશા રાખુ છું કે દર્શકો આ શોને પ્રેમ આપતા રહેશે.’