TRP List: આ કૉમેડી શૉને લાગ્યો ઝટકો, જાણો કયા ટૉપ-5 શૉએ મારી બાજી
અનુપમા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
નાના પડદા પરના સૌથી સફળ શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એકવાર ફરીથી ટૉપ-5 શૉઝની લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમ જ અન્ય શૉઝએ ટીઆરપી લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સલમાન ખાનનો શૉ બિગ-બૉસ 14 સતત ટીઆરપી માટે ઝઝૂમી રહી છે અને આ વખતે પણ શૉ આ લિસ્ટમાં જગ્યા બનાવી શકી નથી. રજૂ છે 2021ના ત્રીજા સપ્તાહની ટીઆરપી લિસ્ટ.
બાર્ક દ્વારા 16-22 જાન્યુઆરી વચ્ચે જાહેર કરવામાં આવેલા શૉઝની રેન્કિંગ જોઈએ તો શહેરી વિસ્તારોમાં સ્ટાર પ્લસના શૉ 'અનુપમા'એ ટૉપ પોઝિશન પ્રાપ્ત કરી છે. આ શૉમાં રૂપા ગાંગુલી અને સુધાંશુ પાન્ડે મુખ્ય ભૂમિકામાં છે. આ શૉ ઘણા અઠવાડિયાથી પહેલા નંબર પર છે. તેમ જ બીજા અને ત્રીજા સ્થાન પર પણ સ્ટાર પ્લસનો શૉ 'ઈમલી' અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' રહ્યો છે. 'ગુમ હે કિસી પ્યાર મેં' ખૂબ જ ઓછા સમયમાં શૉએ પોતાની લોકપ્રિયતા વધારી છે. ઝીટીવીનો શૉઝ 'કુંડળી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય' ચોથા અને પાંચમાં સ્થાન પર આવ્યો છે. કુંડળી ભાગ્યમાં શ્રદ્ધા આર્ય અને ધીરજ કપૂર મુખ્ય પાત્રમાં છે. ગયા અઠવાડિયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાંચમા સ્થાન પર રહ્યો હતો.
ADVERTISEMENT
હવે જો ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો અહીંયા પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લિસ્ટથી ગાયબ છે. ગયા અઠવાડિયાની જેમ આ વખતે પણ પહેલા સ્થાન પર ઝી અનમોલનો શૉ 'તુઝસે હૈ રાબ્તા' આવ્યો છે. તેમ જ બીજા સ્થાન પર ઝી અનમોલનો જ શૉ 'કુંડળી ભાગ્ય' અને ત્રીજા સ્થાન પર સ્ટાર ઉત્સવનો શૉ 'સાથ નિભાના સાથિયા' રહ્યું. ચોથા સ્થાન પર પણ સ્ટાર ઉત્સવનો જ શૉ 'યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ' આવ્યો છે. તેમ જ પાંચમાં સ્થાન પર ઝીટીવીનો શૉ 'કુંડળ ભાગ્ય' રહ્યો.
હવે જો બન્ને લિસ્ટને મળીને ટૉપ 5 શૉઝની સૂચિ બનાવીએ તો આ પ્રકારે આવે છે.
અનુપમા
કુંડળી ભાગ્ય
ઈમલી
ગુમ હૈ કિસી કે પ્યાર મેં
કુમકુમ ભાગ્ય

