TRP List:આ લિસ્ટમાં બિગ-બૉસ 14નો શું હાલ છે અને કયા શૉએ મારી બાજી, જાણો
સલમાન ખાન
કલર્સ ટીવીના નાના પડદાનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14ને ચાલુ થઈને લગભગ એક મહિનો પૂરો થઈ ગયો છે, પણ આ શૉ એક પણ વાર ટોચના 5 શૉમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. બિગ-બૉસ 14ના રંગારંગ કાર્યક્રમની શરૂઆત 3 ઑક્ટોબરે થઈ હતી. સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન જેવા મોટા અને એક્સ-કન્ટેસ્ટન્ટ્સ અને વિનર્સ શૉમાં તોફાની સીનિયર્સ બનીને આવ્યા હતા. તેમ જ સ્ટાર પ્લસની અનુપમા સીરિયલ આ અઠવાડિયામાં ટોચ પર છે.
બાર્ક દ્વારા 24-30 ઑક્ટોબર વચ્ચે જે રેટિંગ્સ જાહેર કરાયેલ છે, એ અનુસાર સ્ટાર પ્લસનો શૉ અનુપમા પહેલા સ્થાન પર છે, જ્યારે ઝી ટીવીનો અત્યંત લોકપ્રિય શૉ કુંડળી ભાગ્ય બીજા સ્થાને રહ્યો છે. ઝી ટીવીનો હજી એક શૉ કુમકુમ ભાગ્યને ત્રીજા નંબર પર સ્થાન મળ્યું છે. તે જ સમયે સ્ટાર પ્લસની સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં શૉ ચોથા સ્થાને આવ્યો હતો. કલર્સ ટીવીની સીરિયલ બિગ-બૉસ 14 ભલે જ ટીઆરપી લિસ્ટમાં આવવાથી ચૂકી ગયો હો, પણ છોટી સરદારનીએ 5માં નંબર પર પોતાની જગ્યા બનાવી લીધી છે. આ પસંદગી શહેરી વિસ્તારોના દર્શકો માટે છે. હવે ગ્રામીણ વિસ્તારોના પ્રેક્ષકો વિશે વાત કરીએ તો, અહીં પસંદગી ઘણી બદલાઈ ગઈ છે.
ADVERTISEMENT
ગ્રામીણ વિસ્તારોના પ્રેક્ષકોને સ્ટાર ઉત્સવનો શૉ સાથ નિભાના સાથિયા સૌથી વધારે ગમ્યો છે. અહીં ઝી ટીવીનો શૉ કુંડળી ભાગ્ય બીજા ક્રમે આવ્યો. ઝી અનમોલ પર આવી રહેલો કુંડલી ભાગ્ય શૉ ત્રીજા સ્થાન પર આવ્યો છે. તેમ જ ચોથા અને પાંચમાં સ્થાન પર દંગલ ટીવીનો શૉ રામાયણ અને દો હંસો કા જોડા રહી છે.
જો શહેરી અને ગામ્રીણ વિસ્તારોના દર્શકોની પસંદને જોડીને ટૉપ 5 શૉઝ જોઈએ તો લિસ્ટ આ પ્રકારની બને છે-
કુંડળી ભાગ્ય - ઝી ટીવી
સાથ નિભાના સાથિયા - સ્ટાર ઉત્સવ
અનુપમા - સ્ટાર પ્લસ
કુમકુમ ભાગ્ય - ઝી ટીવી
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ - સ્ટાર ઉત્સવ
અત્રે નોંધનીય બાબત એ છે કે અલગ-અલગ ટીઆરપી લિસ્ટોમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નથી, પરંતુ સંયુક્ત લિસ્ટમાં શૉ પાંચમાં નંબર પર છે.

