શૉના તાજેતરના એપિસોડ (TMKOC)માં શરદ સાંકલાની ગેરહાજરીને કારણે, અભિનેતાએ શૉ છોડી દીધો હોવાની અફવાઓએ જોર પકડ્યું છે
તસવીર: પીઆર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) એક પારિવારિક શૉ છે જે લગભગ દરેકને પસંદ છે. છેલ્લા 16 વર્ષથી દર્શકોને હસાવતો આ શૉ ઘણી વખત વિવાદોમાં પણ આવ્યો છે, પરંતુ શૉ માટે ચાહકોનો પ્રેમ બદલાયો નથી. જો ક, કેટલાક જૂના કલાકારોએ ચોક્કસપણે શૉમાંથી વિદાય લીધી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અન્ય એક અભિનેતાએ શૉને અલવિદા કહી દીધું છે. શૉ છોડનાર અભિનેતા તરીકે શરદ સાંકલાનું નામ સામે આવી રહ્યું છે.
શરદ સાંકલાએ શૉને અલવિદા કહ્યું?
ADVERTISEMENT
ઓટીટી પ્લેના રિપોર્ટ અનુસાર, શરદ સાંકલાએ મે 2024માં કેટલાક કારણોસર શૉ છોડી દીધો છે. શૉના તાજેતરના એપિસોડ (TMKOC)માં શરદ સાંકલાની ગેરહાજરીને કારણે, અભિનેતાએ શૉ છોડી દીધો હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. જોકે, શરદ કે શૉના મેકર્સ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.
શરદ તારક મહેતામાં અબ્દુલની ભૂમિકા ભજવે છે
શરદ સાંકલા શૉમાં અબ્દુલનું પાત્ર ભજવે છે. શૉ (TMKOC)ના પહેલાં એપિસોડથી જ અબ્દુલ દર્શકો સાથે જોડાયેલો છે. શૉમાં અબ્દુલ ગોકુલધામ સોસાયટીની બહાર કરિયાણાની દુકાન ચલાવે છે. આ ઉપરાંત તે સોસાયટી માટે નાનું-મોટું કામ પણ કરે છે.
શૉમાં અત્યારે શું ચાલી રહ્યું છે?
જોકે, અબ્દુલ એટલે કે શરદ સાંકલા છેલ્લા ચાર એપિસોડથી શૉમાંથી ગાયબ છે. શનિવારના એપિસોડમાં માધવીએ બતાવ્યું કે, અબ્દુલનો ફોન ચાલુ નથી અને તેણે શનિવાર સાંજથી તેની દુકાન ખોલી નથી. આ સમયે ગોકુલધામ સોસાયટીમાં દરેક વ્યક્તિ અબ્દુલ માટે ચિંતિત છે. ગોકુલધામના સભ્યોનું માનવું છે કે અબ્દુલ પર 50 હજારનું દેવું છે, તેથી જ તે સોસાયટી છોડીને ગાયબ થઈ ગયો છે.
સામાન્ય રીતે ગોકુલધામ સોસાયટીના સભ્યોને જાણ કર્યા વિના અબ્દુલ ક્યારેય તેની દુકાન બંધ રાખતો નથી અને લાંબા સમય સુધી તેનો ફોન સ્વીચ ઑફ રાખતો નથી. આ સ્થિતિએ અબ્દુલ માટે બધાને ચિંતામાં મૂકી દીધા છે. તેથી, તેઓ ઈન્સ્પેક્ટર ચાલુ પાંડે પાસે જાય છે અને તેમને અબ્દુલને શોધવા વિનંતી કરે છે. ગોકુલધામ સોસાયટીમાંથી આજ સુધી એક પણ કેસ ન ઉકેલી શકનાર ચલુ પાંડે અબ્દુલને સફળતાપૂર્વક શોધી શકશે? એ પ્રશ્ન છે.
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નિઃશંકપણે પ્રેક્ષકોના મનપસંદ અને સૌથી લાંબા સમય સુધી ચાલતા સિટકોમમાંનું એક છે જે 2008માં પ્રથમ પ્રસારિત થયું હતું અને હવે 4100થી વધુ એપિસોડ સાથે તેના 17મા વર્ષમાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપરાંત, નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ યુટ્યુબ પર મરાઠીમાં `ગુકુલધામચી દુનિયાદારી` અને તેલુગુમાં `તારક મામા આયો રામા` સ્ટ્રીમ કરે છે. આ શૉ અને તેના પાત્રોની દુનિયા અસિત કુમાર મોદીએ લખી છે અને બનાવી છે.

