તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા તારક મહેતાનું આગમન થઈ ગયું છે
TMKOC
સુનેના ફોજદાર (અંજલી મહેતા) અને સચિન શ્રોફ (તારક મહેતા)
છેલ્લાં ૧૪ વર્ષથી લોકોનું મનોરંજન કરતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા તારક મહેતાનું આગમન થઈ ગયું છે. શૈલેષ લોઢાએ શૉ છોડ્યા બાદ મેકર્સે તેમને રિપ્લેસ કરવાનો નિર્ણય અગાઉ જ લઈ લીધો હતો. મેકર્સે મહેતા સાહેબના રોલ માટે સચિન શ્રોફને પસંદ કર્યા છે.
સચિન શ્રોફ ટીવી જગતનો નામાંકિત ચહેરો છે. તે એક્ટર હોવાની સાથે ડાન્સર અને એન્કર પણ છે. તેણે સિંદૂર તેરે નામ કા, વૈદેહી, સાત ફેરે – સલોની કા સફર, હર ઘર કુછ કહેતા હૈ, નાગિન, ગૃહસ્થી જેવા લોકપ્રિય ટીવી શૉ કર્યા છે.
ADVERTISEMENT
મેકર્સ સહિત સચિન શ્રોફ માટે પણ આ રિપ્લેસમેન્ટ કરવું ખૂબ જ ચેલેન્જિંગ કામ હતું. ગઇકાલે આયોજિત પ્રેસકોન્ફરન્સમાં જ્યારે મીડિયાએ તેમને ચેલેન્જ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે “જ્યારે આપણે કંઈક નવું કામ શરૂ કરીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ છે. ક્યારેક ડર પણ લાગે છે, પરંતુ તે જ આપણને સંપૂર્ણ ડેડિકેશન સાથે કામ કરવામાં મદદ કરે છે અને ધીમે-ધીમે વસ્તુઓ સારી થતી રહે છે.”
જ્યારે મીડિયાએ પૂછ્યું કે તમારા માટે સૌથી મોટી ચેલેન્જ કઈ હતી? ત્યારે અંજલી મહેતાનું પાત્ર ભજવતી અભિનેત્રી સુનેના ફોજદારે જવાબ આપ્યો કે “અંજલીનું બનાવેલું કારેલાનું સૂપ પીવું. તેનાથી મોટી ચેલેન્જ કોઈ જ નથી.”
View this post on Instagram
એટલે એક વાત તો સ્પષ્ટ છે કે નવા મહેતા સાહેબે પણ અંજલીએ આપેલું સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવું પડશે. હવે તેનાથી બચવા મહેતા સાહેબ કેવી તરકીબો આજમાવે છે એ આવનારા સમયમાં જોવું રહ્યું છે.
આ પણ વાંચો: TMKOC: જાણો કોને બૉસ માને છે અસિત મોદી; નવા મહેતા સાહેબનું સ્વાગત કરતાં કર્યો ખુલાસો