Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: તારક મહેતા શૉમાંથી વિદાય બાબતે શૈલેષ લોઢાએ તોડ્યું મૌન, ઇન્ટરવ્યૂમાં કહ્યું...

TMKOC: તારક મહેતા શૉમાંથી વિદાય બાબતે શૈલેષ લોઢાએ તોડ્યું મૌન, ઇન્ટરવ્યૂમાં કહ્યું...

Published : 28 October, 2022 06:48 PM | Modified : 28 October, 2022 06:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૈલેષે સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે 14 વર્ષ જૂના શૉ તારક મહેતાને લઈને ભાવુક છે

ફાઇલ તસવીર

TMKOC

ફાઇલ તસવીર


પોપ્યુલર ટેલિવિઝન શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મહેતા સાહેબ એટલે કે શૈલેષ લોઢા (Shailesh Lodha)એ શૉમાંથી એક્ઝિટ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે શૉ છોડ્યો ત્યારે પણ કેટલાક વિવાદો સામે આવી હતા. શૈલેષે અચાનક શૉને અલવિદા કહી દીધું તેની પાછળનું કારણ લોકોને હજી પણ જાણવા મળ્યું નથી. તાજેતરમાં જ શૈલેષ સિદ્ધાર્થ કાનનના શૉમાં પહોંચ્યા હતા, ત્યા તેમણે તારક મહેતા વિશે ઘણી વાતો કરી હતી.


શૈલેષનું કવિઓની દુનિયામાં પુનરાગમન



શૈલેષ લોઢાએ તારક મહેતાના શૉને ગુડબાય કહ્યું પરંતુ તેમણે આવું કેમ કર્યું તે પ્રશ્નમાંથી બચી શક્યા નહીં. શૉ છોડ્યા બાદ નિર્માતા અસિત મોદી સાથે પરોક્ષ રીતે અણબનાવ થયો હતો. શૉમાં પાછા ફરવા માટે તેમને મનાવવાના અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ શૈલેષ પોતાની વાત પર અડગ રહ્યા હતા. શૈલેશે શૉમાંથી બહાર થવાનું સાચું કારણ હજી જણાવ્યું નથી. જોકે આ દિવસોમાં શૈલેષ શેમારુ ચેનલના વાહ ભાઈ વાહ શૉનો ભાગ છે. આ કવિતાને સમર્પિત શૉ છે.


તારક મહેતા માટે લાગણીશીલ...

શૈલેષે સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે 14 વર્ષ જૂના શૉ તારક મહેતાને લઈને ભાવુક છે. તેમને આ સિરિયલ કેવી રીતે મળી? તે વિશે શૈલેશે કહ્યું કે “હું એરપોર્ટ પર શૉના મેકર્સને મળ્યો હતો. તેમને ખૂબ જ વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે આ પાત્ર છે અને તમારે આ રોલ કરવાનો છે. હું ઈમોશનલ ફૂલ છું. આપણે બધા ભારતીય છીએ અને આપણી લાગણીઓ કોઈપણ વસ્તુ સાથે જોડાયેલી હોય છે. મારી પણ જોડાયેલી છે કારણ કે શૉ સાથે લાંબા સમયથી જોડાયેલો રહ્યો છું.”


જ્યારે તમે ભાવુક હતા તો તમે શૉ કેમ છોડ્યા? શૈલેષે કહ્યું કે “હું સેન્ટિમેન્ટલ ફૂલ છું. રોજ જતો હતો, કામ કરતો. આમ તો મારી ધીરજ ખૂટી જાય છે, પરંતુ તે શૉ માટે ધીરજ રાખી. કેટલીક મજબૂરીઓ તો હશે જ... જુઓ, એવું નથી કે હું તેનું કારણ ક્યારેય નહીં કહીશ, હું ચોક્કસ કહીશ. બસ યોગ્ય સમયની રાહ જુઓ. હું ચોક્કસપણે કહીશ કે મારું શૉ છોડવાનું કારણ શું હતું.”

આ પણ વાંચો: KBC 22 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર થયું એવું કે મંચ પર થઈ ભારતની આઝાદીની વાતો

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2022 06:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK