શોના મેકર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકીને જેનિફરે સૌને ચોંકાવી દીધા છે
ફાઇલ તસવીર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળેલી પ્રિયા આહુજા રાજડાએ જણાવ્યું છે કે જેનિફર મિસ્ત્રી બન્સીવાલ સેટ પર ન તો ખરાબ શબ્દો બોલતી હતી કે ન તો તે ડિસિપ્લિન વગરની હતી. આ શોના મેકર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકીને જેનિફરે સૌને ચોંકાવી દીધા છે. તેને સેટ પર ખૂબ પરેશાન કરવામાં આવી હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો છે. આ શોમાં તે મિસિસ રોશન સિંહ સોઢીના રોલમાં દેખાઈ હતી. તેને જે પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો એની પૂરી માહિતી જેનિફરે આપી છે. હવે તેનો પક્ષ લેતાં પ્રિયા આહુજા રાજડાએ કહ્યું કે ‘હું એ વાતને લઈને ચોંકી ગઈ છું કે કોઈએ જેનિફરને સપોર્ટ નથી કર્યો, કેમ કે શોમાં તો તેના ઘણા બધા ક્લોઝ ફ્રેન્ડ્સ હતા. હું જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે તેણે મને ખૂબ સાથ આપ્યો હતો. મને પૂરી ખાતરી છે કે સેટ પર તે કદી અપશબ્દો નથી બોલી કે ન તો કદી તેનું વર્તન ડિસિપ્લિન વગરનું રહ્યું.’