તારક મહેતા ફેમ અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal)એ શૉના નિર્માતા આસિત મોદી પર જાતીય સતામણીનો આક્ષેપ કર્યા બાદ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે મારા મૌનને નબળાઈ ન સમજો..હું ચૂપ હતી કારણ કે....
અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં રોશન સોઢી તરીકે ઘણા વર્ષોથી પ્રેક્ષકોનું મનોરંજન કરી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal)એ તાજેતરમાં શોના નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડી ચુકી છે. નિર્માતા આસિત મોદી પર આક્ષેપ કર્યા બાદ તેણીએ પણ કહ્યું કે તે આટલા વર્ષોથી આ વસ્તુને અવગણી રહી છે કારણ કે તે પોતાનું કામ ગુમાવવા માંગતી નહોતી. અભિનેત્રીએ આ ખુલાસો કર્યો ત્યારેથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જેનિફરે લગાવેલા આક્ષેપ પર આસિત મોદી સામે પ્રત્યાક્ષેપો કર્યા છે. તો બીજી બાજુ શૉના પ્રોજેક્ટ મેનેજરે આ આરોપોને ખોટા ગણાવતા અભિનેત્રી પર શોમાં પાછા ફરવા માટે બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
આ બધાની વચ્ચે `રોશન સોઢી` ઉર્ફે જેનિફર મેસ્ત્રી બંસીવાલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે સીધું કહ્યું છે કે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.
View this post on Instagram
આ પણ વાંચો: તારક મહેતાના આસિત મોદી વિરુદ્ધ આ અભિનેત્રીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી
તારક મહેતાના નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા પછી, જેનિફરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મામલાને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણીએ તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોને ખોટા ગણાવનારાઓને કવિતાની શૈલીમાં જડબાતોડ જવાબ આપ્યો છે.
અભિનેત્રીએ કહ્યું, `મારા મૌનને નબળાઈ ન સમજો, હું ચૂપ હતી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે. ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે, યાદ રાખો તેના ઘરમાં તમારા અને મારામાં કોઈ તફાવત નથી.` રોશન સોઢીએ આ જવાબની સાથે કેપ્શનમાં લખ્યું, `સત્ય ટૂંક સમયમાં બધાની સામે આવશે, ન્યાય મળશે`. સોશિયલ મીડિયા પર પણ લોકો એક્ટ્રેસના સમર્થનમાં સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો: જાતીય સતામણીના આરોપ પર આસિત મોદીએ આપ્યો જવાબ, અભિનેત્રી પર લગાવ્યા પરસ્પર આરોપ
જેનિફરની આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, `અમે બધા તમારી સાથે છીએ`. અન્ય એક યુઝરે લખ્યું, `ન્યાય માટે આગળ વધતા રહો`.