TMKOC fame Gurucharan Singh: એપ્રિલમાં, અભિનેતા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, પરંતુ તે 26 દિવસ પછી તેમના દિલ્હી નિવાસસ્થાને પાછા ફર્યા હતા.
ગુરુચરણ સિંહ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
દેશના સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહેને (TMKOC fame Gurucharan Singh) લઈને એક મોટી માહિતી સામે આવી છે. થોડા સમય પહેલા અભિનેતા અચાનકથી ગાયબ થઈ ગયા હતા અને તે બાદ તેઓ મળી આવ્યા હતા અને હવે તેમના પર એક કરોડ કરતાં પણ વધારે કર્જ છે એવો ખુલાસો થયો છે. ગુરુચરણ સિંહે તેમના સંઘર્ષો વિશે પણ વાત કરી હતી. એપ્રિલમાં, ગુરુચરણ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, પરંતુ તે 26 દિવસ પછી તેમના દિલ્હી નિવાસસ્થાને પાછા ફર્યા હતા અને કહ્યું કે તે ધાર્મિક માર્ગને અનુસરવા માટે ગાયબ થયા હતા.
ગુરુચરણે સિંહે શૅર કર્યું “હું કામની શોધમાં એક મહિનાથી મુંબઈમાં છું. મને લાગે છે કે લોકો મને પ્રેમ કરે છે અને તેઓ મને જોવા માગે છે. હું મારા દૈનિક જીવનના ખર્ચાઓને પૂર્ણ કરવા, મારી માતાની સંભાળ રાખવા અને મારું દેવું ચૂકવવા માટે પણ પૈસા કમાવા માગુ છું. હું કંઈક સારું કામ કરીને મારી બીજી ઈનિંગ (TMKOC fame Gurucharan Singh) શરૂ કરવા ઈચ્છું છું. મને પૈસાની જરૂર છે કારણ કે મારી પાસે EMI અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પડ્યા છે. મારે હજુ પણ પૈસા માગવાના છે અને કેટલાક સારા લોકો છે જેઓ મને પૈસા ઉધાર આપે છે પરંતુ મારું આ બધુ એક કર્જ તરીકે જમા થઈ રહ્યું છે. હું કામ કરવા માગુ છું કારણ કે હું પણ મારા વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માગુ છું”.
ADVERTISEMENT
ગુરુચરણે એ પણ જણાવ્યું કે તે એક મહિનાથી વધુ સમયથી લિક્વિડ ડાયટ પર છે. તેમણે કહ્યું, “મેં છેલ્લા 34 દિવસથી ખાવાનું છોડી દીધું છે. હું દૂધ, ચા અને નારિયેળ પાણી જેવા પ્રવાહી આહાર પર રહ્યો છું. છેલ્લા ચાર વર્ષથી (TMKOC fame Gurucharan Singh) મેં માત્ર નિષ્ફળતા જ જોઈ છે. મેં અલગ-અલગ વસ્તુઓ, વ્યવસાયો અને બધું કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ બધું જ નિષ્ફળ રહ્યું છે. હવે, હું થાકી ગયો છું અને હવે મારે થોડી કમાણી કરવી જોઈએ,”.
ગુરુચરણે ખુલાસો કર્યો કે તેમને બેન્ક અને ક્રેડિટ કાર્ડ (TMKOC fame Gurucharan Singh) કંપનીઓના 60 લાખ રૂપિયા અને અન્ય રૂ. 60 લાખ એવા વ્યક્તિઓ કે જેમણે તેમને પૈસા ઉછીના આપ્યા છે તેમને ચુકવવાના છે. “મારે નોંધપાત્ર દેવું છે. મારા પર બેન્કો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓના 60 લાખ રૂપિયા બાકી છે. વધુમાં, હું જાણું છું તેવા કેટલાક દયાળુ લોકોએ મને પૈસા ઉછીના આપ્યા છે, અને હું તેમની સમાન રકમનો ઋણી છું. કુલ મળીને, મારું દેવું લગભગ રૂ. 1.2 કરોડ જેટલું છે,”.