ભીડે માસ્ટરને પોતાના મિત્રનું માગું નાખવાનો અવસર સાંપડ્યો છે
તસવીર સૌજન્ય: પીઆર
જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શરૂઆતથી જ લોકોના દિલની નજીક રહી છે. શૉમાં પત્રકાર પોપટલાલ અને ગોકુલધમ સોસાયટીના એકમેવ સેક્રેટરી ભીડેના સંબંધો ખટ્ટા-મીઠા છે. પોપટલાલ અવારનવાર ભીડેના ઘરે માધવી ભાભીના હાથની સ્પેશિયલ મસાલા ચાની ચૂસકી લેવા આવતા રહે છે.
સમય અને સ્થાન કોઈપણ પોપટલાલ પોતાના લગ્નની વાત કરવાનું ચૂકતા નથી. પોપટલાલના લગ્ન માટે ગોકુલધામના સભ્યોએ ઘણી મહેનત કરી છે, પરંતુ પોપટલાલને યોગ્ય પાત્ર હજી મળ્યું નથી. હવે ફરી એકવાર ભીડે માસ્ટરને પોતાના મિત્રનું માગું નાખવાનો અવસર સાંપડ્યો છે.
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં, ભીડેના મામા તેને મળવા આવવાના છે. તેઓએ તેમની પુત્રી માટે યોગ્ય પાત્ર શોધવાની વિનંતી કરી છે. યોગાનુયોગ, પોપટલાલ પણ આ સમયે ભીડેની વાતચીત સાંભળે છે અને ભીડેને વિનંતી કરે છે કે તે તેના સંબંધીનો પોતાની સાથે પરિચય કરાવે.
હવે શું ભિડે તેની ફરજ પાડશે કે પોપટલાલની વિનંતીને અવગણશે? શું પોપટલાલ પોતાના માટે લગભગ અશક્ય લાગતું કામ પૂરું કરી શકશે? તે તો શૉ જોવા બાદ જ ખબર પડશે.
આ પણ વાંચો: TKSS: શક્તિ કપૂરને છોકરીના અવતારમાં જોઈ ચીડવતા હતા સિનિયર એક્ટર્સ
શૉમાં આવશે નવા પાત્રો: અસિત મોદી
અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ શૉમાં નવા પાત્રો ઉમેરવા પર કામ કરી રહ્યા છે અને આગામી સમયમાં ગોકુલધામ પરિવાર મોટો થશે. આના પર પોપટલાલનું પાત્ર ભજવતા અભિનેતા શ્યામ પાઠકે કહ્યું હતું કે “અસિતભાઈએ કહ્યું એમ શૉમાં નવા પાત્રો ઉમેરાશે. તેમાંથી એક પાત્ર મિસીસ પોપટલાલની પણ હશે."