TMKOC Actor Missing: ગુરુચરણ સિંહ આ વર્ષની શરૂઆતમાં ગુમ થયાના બાદ શનિવારે પહેલી વખત મુંબઈ પરત ફર્યા હતા.
ગુરુચરણ સિંહની ફાઇલ તસવીર
ભારતનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળેલા અભિનેતા ગુરુચરણ સિંહ (TMKOC Actor Missing) આ વર્ષની શરૂઆતમાં ગુમ થયાના બાદ શનિવારે પહેલી વખત મુંબઈ પરત ફર્યા હતા. ગુરુચરણ સિંહ મુંબઈ એરપોર્ટ પર તેમની પાલતુ ડૉગી સાથે જોવા મળ્યા હતા. તેમણે ફ્લોરલ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને સાથે એક બેગ પણ રાખ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર ગુરુચરણ સિંહ આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે ઝડપથી વાયરલ ટાઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી કામ કરશે એ બાબતે પણ મોટો ખુલાસો કર્યો હતો.
ગુરુચરણ સિંહના આ વીડિયોમાં એક પાપારાઝી (TMKOC Actor Missing) તેમને પૂછે છે કે “શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પ્રોડક્શન ટીમે તેમની બાકી રહેલી રકમ ચૂકવી દીધી છે. તેના જવાબમાં ગુરુચરણે કહ્યું, "હા સાહેબ, મેં લગભગ બધું જ કરી લીધું છે. લગભગ. હું કેટલાક વિશે જાણતો નથી, જે મને પોતાને પૂછવું પડશે." તે બાદ વધુ એક પાપારાઝીએ તેમને પૂછ્યું કે શું તેમના કૉલ્સ આવ્યા છે, તો તેમણે કહ્યું કે મારો ફોન બંધ છે. એકવાર ફોન ચાલુ કરશે ત્યારે લોકો સાથે વાત કરશે. આ સાથે શોમાં પરત આવવાની વાત પર ગુરુચરણે કહ્યું "ભગવાન જાણે છે. હું કંઈ જાણતો નથી. મને ખબર પડતાં જ હું તમને જણાવીશ."
ADVERTISEMENT
View this post on Instagram
ગુરુચરણ આ વર્ષની શરૂઆતમાં ગુમ થઈ ગયા (TMKOC Actor Missing) હતા. ગુરુચરણ 22 એપ્રિલના રોજ દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા અને લગભગ એક મહિના પછી તેઓ ઘરે પાછા આવ્યા હતા. તેઓ કેટલાક વ્યક્તિગત અને વ્યાવસાયિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો જેના લીધે તે "આધ્યાત્મિક યાત્રા" પર ગયા હતા એવું તેમણે ગાયબ થવાના કારણ માટે કહ્યું. આ સાથે પોલીસ દ્વારા પણ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
દિલ્હીમાં ઘરે પરત ફર્યા બાદ તરત જ, અભિનેતાની દિલ્હી પોલીસ (TMKOC Actor Missing) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું સ્થાનિક કોર્ટ સમક્ષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે અભિનેતાએ કહ્યું કે તે આધ્યાત્મિક યાત્રા માટે ઘરેથી ગયા હતા. એપ્રિલમાં, ગુરુચરણના પિતાએ દિલ્હીથી મુંબઈ જતી વખતે તેમના (TMKOC Actor Missing) દીકરાના અચાનક ગુમ થવા અંગે માં ફરિયાદ દાખલ કરી હતી. તેમના પિતાના નિવેદન મુજબ, ગુરુચરણ, જે દિલ્હીમાં તેમના માતા-પિતાને મળવા ગયા હતા, તે મુંબઈ પરત ફરે તેવી અપેક્ષા હતી, પરંતુ તેઓ મુંબઈને બદલે બીજે ક્યાંક ચાલ્યા ગયા હતા.