Video: કસૌટી ઝિંદગી કી 2માં આવી રીતે થશે કોમોલિકાનું મોત
કસૌટી ઝિંદગી કી 2માં આવી રીતે થશે કોમોલિકાનું મોત
એકતા કપૂર(ekta kapoor)ના પ્રસિદ્ધ શો kasautii zindagii kay 2ને લઈને નવી ખબરો સામે આવી રહી છે. આ શોમાંથી હવે કોમોલિકાની છુટ્ટી થવાની છે. હવે કસૌટી ઝિંદગી કી 2માં હિના ખાન(hina khan) નજર નહીં આવે. અને તેની પુષ્ટિ હાલમાં જ સ્ટાર પ્લસે સોશિયલ મીડિયામાં શેર કરેલા એક વીડિયોમાં આપવામાં આવી છે.
જી હાં, કસૌટી ઝિંદગી કીમાંથી જલ્દી જ કોમોલિકાની વિદાય થવાની છે. શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે કોમોલિકાનું મોત થઈ જશે. તે પ્રેરણાને ધક્કો મારવા ઈચ્છતી હતી. પરંતુ એવું કરવા જતા તે પોતે જ છત પરથી નીચે પડી જશે. જો કે, અનુરાગ કોમોલિકાના બચાવવાનો પ્રયાસ જરૂર કરે છે પરંતુ તેનો કોઈ જ ફાયદો નથી થતો.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, કસૌટી ઝિંદગી કી 2માં હાલમાં જ પ્રસારિત કરવામાં આવેલા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે કોમોલિકા પોલીસ કસ્ટડીમાંથી ભાગી નીકળે છે. ત્યાંથી ભાગીને કે સીધી બાસુ હાઉસ આવે છે, જ્યાં તમામ લોકો પાર્ટી કરી રહ્યા હોય છે. પાર્ટીના કારણે કોઈ નોટિસ નથી કરી શકતું કારણ કે કોમોલિકાએ ચહેરા પર માસ્ક લગાવેલું હોય છે.
આ પણ વાંચોઃ તૈમુર પછી હવે આવી ગઈ છે કોમોલિકા એટલે કે હિના ખાનની ડોલ્સ
આ પાર્ટી બાસુ પરિવારે ટાપુર(અનુરાગની નાની બહેન)ના સાસરિયાઓ માટે હોસ્ટ કરેલી હોય છે. આ દરમિયાન અનુરાગ પ્રેરણાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવે છે. બંને એક રોમાંટિક નંબર પર ડાન્સ કરે છે અને કેટલીક ક્ષણો સાથે પણ વિતાવે છે.

