KBC: આવો હશે પહેલો એપિસોડ, આ મહિલાને અમિતાભ બચ્ચન પુછશે સવાલ
KBC: આવો હશે પહેલો એપિસોડ
દેવિયો અને સજ્જનો...કૌન બનેગા કરોડપતિ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. પહેલા એપિસોડમાં બિગ બી સામે હોટ સીટ પર બેસશે રાયપુરની ડૉક્ટર ચિત્રલેખા રાઠોડ. 19 અને 10 ઑગસ્ટના ટેલિકાસ્ટ થનારા એપિસોડમાં ચિત્રલેખા રાઠોડ જ અમિતાભ બચ્ચનના સવાલોનો જવાબ આપશે. અને તેમની સાથે સેટ પર મસ્તી કરતી નજર આવશે.
Yeh hai ek anokhi si story, Baba ke liye nakaara aur Ajji ko pyaari hai yeh chori, Na chahte hue bhi dance kar jaati hai, dekhiye yeh toota Tara baap ka adhoora sapna kaise pura kar paati hai. Dekhiye #TaraFromSatara aaj raat se Monday-Thursday 10:30 baje. pic.twitter.com/tGJPeAflgi
— Sony TV (@SonyTV) August 19, 2019
ADVERTISEMENT
ચિત્રલેખા રાયપુરના રામકૃષ્ણ કેર હૉસ્પિટલમાં ડૉક્ટર છે. તેમનું કહેવું છે. તેમને અમિતાભ બચ્ચનને મળવાની ખૂબ જ ઈચ્છા હતી એટલે જ તે સતત કેબીસી માટે પ્રયાસ કરી રહી હતી. આ વર્ષે તેમને હૉટસીટ પર બેસવાનો મોકો મળ્યો. જો કે, અત્યાર સુધી તેમણે એ સવાલનો જવાબ નથી આપ્યો કે, તેમને કેવા સવાલો પુછવામાં આવ્યા અને તેણે કેટલી રકમ જીતી.
And providing us with a great glimpse into #KBCKiDuniya are the makers of the iconic show! #KBC truly is more than just a game show, and it makes its grand return tonight, Mon-Fri at 9 PM #अड़ेRaho@SrBachchan @Indranil160 @Srirams81 pic.twitter.com/b037nJ7Lgu
— Sony TV (@SonyTV) August 19, 2019
ચિત્રલેખાએ જણાવ્યું કે, તેમને અમિતાભ બચ્ચને અનેક સવાલો પુછ્યા અને સાથે તેમના ઘર પરિવાર વિશે પણ પુછ્યું. આ દરમિયાન ચિત્રલેખાએ અમિતાભ બચ્ચન સાથે ડાન્સ પણ કર્યો. ચિત્રલેખાના અનુસાર અમિતાભ બચ્ચને કહ્યું કે, તમે આટલો સારો ડાન્સ કરો છો એ મને તો ખબર જ નહોતી, પરંતુ મંચનું પણ ધ્યાન રાખો, આવી રીતે ડાન્સ કરશો તો તૂટી જશે.
આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...
તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિની પહેલી સીઝન 3 જુલાઈએ વર્ષ 2000માં આવ્યો હતો. ત્યારે અમિતાભ બચ્ચને પહેલી વાર કોઈ ટીવી શો હોસ્ટ કર્યો હતો. કૌન બનેગા કરોડપતિનો સેટ આ વખતે એકદમ સ્ટાઈલિશ બનાવવામાં આવ્યો છે, અમિતાભ બચ્ચનની એન્ટ્રી પર ખૂબ જ દમદાર થવાની છે. આ શો એ અનેક લોકોની જિંદગી બદલાઈ ગઈ છે.

