શ્રેયા પટેલનું કહેવું છે કે તેની હસતી-ખીલતી લાઇફમાં હવે લગ્નને કારણે એક નવો વળાંક આવી રહ્યો છે
આનંદીની લાઇફમાં આવી રહી છે ઊથલપાથલ
કલર્સ પર આવી રહેલી ‘બાલિકા વધૂ’માં આનંદીની લાઇફમાં એક નવો વળાંક આવી રહ્યો છે. આનંદીનું પાત્ર શ્રેયા પટેલ ભજવી રહી છે. આનંદી તેની બાળપણની લાઇફને હસતી-ખીલતી એન્જૉય કરી રહી બછે. જોકે તેને હાલમાં જ ખબર પડે છે કે તેનાં લગ્ન બાળપણમાં જિગર સાથે થઈ ગયાં હોય છે. ગૌના સેરેમની દ્વારા આનંદીએ હવે જિગરના ઘરે રહેવા જવાનું છે. તે જિગરના ઘરની બહૂ તરીકે જાય છે. આ વિશે વાત કરતાં શ્રેયા પટેલે કહ્યું કે ‘આનંદીની લાઇફમાં એક ખૂબ મોટી મોમેન્ટ આવી રહી છે અને એને કારણે તેની દુનિયામાં ઊથલપાથલ થઈ જશે. ગૌના સીક્વન્સ આ શોનો ખૂબ મહત્ત્વનો પ્લૉટ ટ્વિસ્ટ છે અને એમાં આનંદી ઘણા ઇમોશન્સમાંથી પસાર થશે એને લોકો પણ જોઈ શકશે.’