કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ઘટાડ્યું 92 કિલો વજન, કપિલ શર્માએ કહ્યું....
ગણેશ આચાર્ય
બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનું વજન એટલું ઓછું કર્યું છે, કે તેને જોનારા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને એના માટે ગણેશની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. બૉલીવુડના કેટલાક સુપરસ્ટાર્સને પોતાના ઈશારાઓ પર નચાવનાર ગણેશ આ અઠવાડિયામાં ધ કપિલ શર્મા શૉમાં નજર આવશે. શૉનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ શર્મા ગણેશ આચાર્ય સાથે એના વજનને લઈને મજાક કરી રહ્યા છે.
View this post on Instagram
ADVERTISEMENT
વીડિયોને સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ વખતે શૉમાં ગણેશ સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ પણ જોવા મળશે. વીડિયોમાં જોવા મળે છે કે કપિલ શર્મા ગણેશને પૂછે છે કે તમે કેટલું વજન ઓછું કર્યું છે. તેઓ કહે છે 92 કિલો. એના પર કપિલ શર્મા કહે છે કે નાના શહેરમાં એક માણસનુ વજન 46 કિલો હોય છે. તમે બે માણસને ગાયબ કરી દીધા. એના બાદ દરેક જણ જોરથી હસવા લાગે છે. વીડિયોમાં કપિલ, ગીતા કપૂર સાથે ફ્લર્ટ કરતા પરણ નજરે પડે છે.
View this post on Instagram
કૃષ્ણા અભિષેક ફરી એકવાર જેકી શ્રોફ બનીને મનોરંજન કરી રહ્યા છે. ગીતા કપૂરને મા કી દાલ આપે છે. તેમ જ ગણેશ આચાર્યને ખાલી ડબ્બો આપે છે, ત્યારે તેઓ પૂછે છે, આ ખાલી કેમ છે? એના પર કૃષ્ણા કહે છે આચાર્ય (આચાર) ભરીને આપો. એ સિવાય શૉમાં ચંદન પ્રભાકર, ભારતી સિંહ અને શુમોના ચક્રવર્તી પણ પોતાના અંદાજથી બધાને હસાવે છે.
ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયા થોડા સમય પહેલા ડ્રગ્સ કેસમાં ચર્ચામાં રહ્યા હતા. ડ્રગ મામલમાં બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જલદી જામીન પણ મળી ગઈ હતી. બાદ સમાચારો આવી રહ્યા હતા કે ધ કપિલ શર્મા શૉથી ભારતી નીકળી ગઈ છે, પણ આવા સમાચાર પર વિરામ લગાવતા ભારતી સિંહે કેટલીક તસવીરો મૂકીને 'ધ કપિલ શર્મા' શૉમાં ધમાકેદાર કમબેકની પુષ્ટિ કરી હતી.

