‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ માટે આટલા ચાર્જ કરે છે કપિલ શર્મા
કપિલ શર્માની તસવીર
કપિલ શર્માને તેના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના એક એપિસોડ માટે પાંચ કરોડ રૂપિયા મળતા હોવાનું જાણવા મળ્યું છે. ૩૦ માર્ચથી શરૂ થયેલો આ શો નેટફ્લિક્સ પર દર શનિવારે રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. સેલિબ્રિટીઝ આ શોમાં આવીને પોતાની પર્સનલ લાઇફની અનેક જાણી-અજાણી બાબતો શૅર કરે છે. આ શોના પાંચ એપિસોડ માટે કપિલ શર્માને કુલ મળીને ૨૬ કરોડ રૂપિયા મળે છે એવી શક્યતા છે. એથી એક એપિસોડના તેને પાંચ કરોડ રૂપિયા કરતાં પણ વધુ મળે છે. તો બીજી તરફ સુનીલ ગ્રોવર પણ પોતાની અદાથી લોકોને હસાવવામાં પાછળ નથી પડતો. તેને એક એપિસોડના પચીસ લાખ રૂપિયા મળે છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે મતભેદ થતાં સાત વર્ષ બાદ આ બન્ને ફરીથી સાથે કામ કરી રહ્યા છે. આ શોના અન્ય કલાકારોના એક એપિસોડની ફીની વાત કરીએ તો અર્ચના પૂરણસિંહને ૧૦ લાખ રૂપિયા, કૃષ્ણા અભિષેકને ૧૦ લાખ રૂપિયા, કિકુ શારદાને ૭ લાખ રૂપિયા અને રાજીવ ઠાકુરને ૬ લાખ રૂપિયા મળે છે એવા સમાચાર છે.

