નોરા ફતેહીને ટેરેન્સે તેની ભાષામાં કર્યું પ્રપૉઝ, અભિનેત્રીએ કર્યું આ
નોરા ફતેહીને ટેરેન્સે તેની ભાષામાં કર્યું પ્રપૉઝ,અભિનેત્રીએ કર્યું આ
બોલીવુડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી હાલ ડાન્સ રિયાલિટી શૉ 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' જજ કરી રહી છે. સેટ પરથી ઘણીવાર નોરા ફતેહીના ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે. તાજેતરમાં જ અભિનેત્રીનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટેરેન્સ લેવિસ નોરાને તેમની ભાષામાં પ્રપૉઝ કરતા જોવા મળે છે. વીડિયોમાં ટેરેન્સ લેવિસ નોરા ફતેહીના મૉમને મોરોક્કો ભાષામાં મેસેજ આપતા લખે છે કે, "આન્ટી તમારી દીકરી ખૂબ જ સુંદર છે. માશાઅલ્લાહ અને તેની આંખો પણ ખૂબ જ સુંદર છે."
વીડિયોમાં નોરા ફતેહી અને ટેરેન્સ લેવિસ પછી ડાન્સ કરવાનું શરૂ કરે છે. નોરા અને ટેરેન્સ 'દિલબર'ના અરેબિક વર્ઝન પર ડાન્સ કરે છે. નોરા અને ટેરેન્સનો આ વીડિયો પર લોકો ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT
નોરા ફતેહીની તસવીરો અને વીડિયો શૉના સેટ પરથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જણાવવાનું કે મલાઇકા અરોરાના કોવિડ-19 પૉઝિટીવ થયા પછી એક્ટ્રેસ નોરા ફતેહીએ શૉ પર તેમની જગ્યા લીધી હતી. જો કે, હવે મલાઇકાએ શૉમાં કમબૅક કરી લીધું છે. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા'માં દેખાવાની છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મમાં પણ નોરા પોતાના ડાન્સનો જલવો બતાવતી જોવા મળે છે. નોરા ફતેહીએ અત્યાર સુધી 'દિલબર', 'કમરિયા', 'ગર્મી', 'સાકી સાકી' અને 'એક તો કમ જિંદગાની' જેવા કેટલાય ગીતોથી બોલીવુડમાં ધૂમ મચાવવામાં કોઇ કસર બાકી રાખી નથી.

