નોરા ફતેહીને અયોગ્ય સ્પર્શ અંગે ટેરેન્સ લુઇસે કરી સ્પષ્ટતા, કહ્યું આ...
નોરા ફતેહીને અયોગ્ય સ્પર્શ અંગે ટેરેન્સ લુઇસે કરી સ્પષ્ટતા, કહ્યું આ...
કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ અને નોરા ફતેહીનો એક વીડિયો થોડાક દિવસ પહેલા વાયરલ થયો હતો. તે વીડિયોમાં ટેરેન્સ લુઇસને સ્પર્શ કરતા જોવા મળે છે. તે વીડિયો વાયરલ થયા પછી ટેરેન્સને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જો કે, તે દરમિયાન ટેરેન્સે નોરા સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી ટ્રોલર્સને ઇશારામાં જડબાતોડ જવાબ આપ્યો હતો, પણ હવે ટેરેન્સે તે વીડિયો પર સ્પષ્ટ રિએક્શન આપ્યો છે. ટેરેન્સે કહ્યું કે તે નોરાનું ખૂબ જ સન્માન કરે છે, તે વીડિયો જોઇને તે સહેજ પણ હેરાન નહોતો થયો.
બોલીવુડ લાઇફ સાથે વાત કરતા ટેરેન્સે કહ્યું કે, "સાચ્ચું કહું તો જ્યારે મેં પહેલી વાર આ વીડિયો જોયો તો હું સહેજ પણ અચરજ ન થઈ. કોઇપર સમજદાર વ્યક્તિ તે વીડિયો જોઇને કહી દેશે કે તે વીડિયો એડિટેડ વીડિયો હતો, તેમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ નાખવામાં આવી હતી. આજના સમયે દરેક સેલિબ્રિટી પર મીમ્સ બનાવવામાં આવે છે, આ બધાં મસ્તીખોર મીમર્સનું કામ હોય છે, પણ મને ફરક નથી પડતો. જો કે, હું ચાર-પાંચ કલાકમાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો, મારા પર અનેક નેગેટિવ કોમેન્ટ્સ કરવામાં આવી રહી હતી. પણ મારા 1.5 મિલિયન ફૉલોવર્સ છે જે ખૂબ જ સમજદાર છે. પણ હા ટ્રોલિંગ દરમિયાન જે ભાષાનો મારી માટે ઉપયોગ કરવામાં આવ્યો તે અપમાનજનક હતી. મારા ચાહકો ટ્રોલર્સ સાથે લડવા લાગ્યા ત્યારે મેં નોરા સાથેની તે પોસ્ટ શૅર કરવાનો નિર્ણય લીધો."
ADVERTISEMENT
નોરાએ કર્યો ટેરેન્સનો સપોર્ટ
ટેરેન્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી, જેમાં તેણે એક્ટ્રેસને ઉંચકી છે. આ તસવીર પર કોમેન્ટ કરતા તેણે એક્ટ્રેસને લખ્યું હતું, "થેન્ક્યૂ ટેરેન્સ...સોશિયલ મીડિયાના આ સમયમાં જ્યાં વીડિયો સાથે છેડછાડ કરવામાં આવે છે, મીમ બનાવવા માટે ફોટોઝ ફોટોશૉપ કરી દેવામાં આવે છે. હું ખુશ છું કે તમારા પર આ બધી વાતોની અસર તમારા પર નથી થતી. આ સમય પણ પસાર થઈ જશે. તમે અને ગીતા મેમએ મને ખૂબ જ સન્માન આપ્યું છે એક જજ તરીકે તમે મારો સ્વીકાર કર્યો ઘણો બધો પ્રેમ આપ્યો. આ જીવનનો એક ખૂબ જ સારો અનુભવ રહેશે."

