Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શિવ પછી હનુમાન તરીકે પણ તરુણ ખન્ના

શિવ પછી હનુમાન તરીકે પણ તરુણ ખન્ના

Published : 30 April, 2021 12:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રાધાકૃષ્ણ’માં ફરીથી જોવા મળનારા આ ઍક્ટરને રિપીટ કરવાનું કારણ જાણવા અને સમજવા જેવું છે

તરુણ ખન્ના હનુમાન તરીકે

તરુણ ખન્ના હનુમાન તરીકે


સ્ટાર ભારતના સુપરહિટ શો ‘રાધાકૃષ્ણ’માં હવે હનુમાનજીની એન્ટ્રી થવાની છે. આ કૅરૅક્ટર તરુણ ખન્ના કરે છે. તરુણ ખન્ના આ જ શોમાં શિવજીનું પાત્ર કરે છે ત્યારે તેને જ હનુમાન બનાવવા માટે સ્વાભાવિક રીતે વિચારવામાં આવે, પણ એવું કરવામાં નથી આવ્યું, જેનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે હનુમાનજી ભગવાન શિવનો ૧૧મો રુદ્રાવતાર છે. આ જ કારણે બન્ને પાત્રોમાં ફેસિયલ-ફીચર્સ અકબંધ રહે એવા હેતુથી તરુણને જ શિવ પછી હવે હનુમાનના કૅરૅક્ટરમાં પણ લાવવામાં આવ્યો છે.


તરુણ ખન્ના કહે છે, ‘બન્ને કૅરૅક્ટરના ગેટઅપમાં જ મને કલાકો નીકળી જાય છે પણ મને શાસ્ત્રોની જે વાત કરવામાં આવી એ પછી થયું કે મારે જ આ કૅરૅક્ટર કરવું જોઈએ. શિવજીનું કૅરૅક્ટર અત્યારે ઑલરેડી ચાલી રહ્યું છે ત્યારે હનુમાનજીનું પાત્ર કરવામાં હવે મારા શૂટિંગમાં જ ૧૨થી ૧૬ કલાક લાગે છે, પણ મજા આવે છે.’



શિવ અને હનુમાન બન્ને એકબીજાની સામે આવે છે એ સીક્વન્સ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે એવું તરુણનું કહેવું છે. તરુણ કહે છે, ‘બન્ને ફ્રેમમાં હું જ છું અને એ પછી પણ હું ક્યાંય દેખાતો નથી. તમને એવું જ લાગશે કે શિવજી અને હનુમાનજી જ એકબીજાની સામે ઊભા છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK