હવે હસવા થઈ જાઓ તૈયાર, 'તારક મહેતા' શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન
દયાબેન
સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ સીરિયલ સૌથી વધારે પસંદ કરનારી ટીવી સીરિયલમાંથી એક છે અને ટીઆરપીમાં પણ ટૉપ 5માં પોતાનું સ્થાન બનાવતો આવ્યો છે. શૉના દરેક કલાકાર પોતાની એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે. દરેક કલાકારની પોતાની એક અલગ જ વાર્તા છે, જે ફૅન્સને બાંધી રાખે છે.
લાંબા સમયથી શૉમાંથી ગાયબ થયેલા દયાબેન શૉમાં પાછા ફર્યા નથી, પણ એવું લાગી રહ્યું છે કે જેઠાલાલની પત્ની અને ગરબાક્વીન દયાબેન ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પાછા ફરી શકે છે. વર્ષોથી દિલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા અને ભીડે જેવા સ્ટાર્સ ફૅન્સના મનપસંદ કલાકાર રહ્યા છે. પરંતુ આ સીરિયલનું એક પાત્ર સૌથી યાદગાર રહ્યું છે, એ છે આપ સૌની દયાભાભી. છેલ્લા 3 વર્ષોથી ફૅન્સ દયાબેનને સ્ક્રીન પર જોઈ શક્યા નથી. શૉમાં દયાબેનનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ દિશા વાકાણી 3 વર્ષોથી શૉમાંથી બહાર રહી છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2017માં દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી, ત્યાર બાદથી તે શૉમાં પાછી ફરી નથી. ફક્ત એકાદ-બે વાર તે એક એપિસોજ માટે કેમિયો કર્યો હતો.
હે માં માતાજીથી લઈને ટપુ કે પાપા સુધી ફૅન્સ દયાબેનની દરેક વસ્તુઓને ઘણી મિસ કરી રહ્યા છે. ઘણી વાર દિશાને રિપ્લેસ કરવાની વાત પણ ચર્ચામાં રહી હતી, પણ તે ફક્ત અફવાઓ રહી છે. એવા પણ સમાચાર આવ્યા હતા કે મેકર્સે દયાબેનના રોલ માટે એક્ટ્રેસ શોધી લીધી છે, પરંતુ કોઈપણ દયાબેનના માપદંડોને પૂરા કરી શકી નહીં. પરંતુ હવે એવા સમાચાર છે કે દયાબેન શૉમાં કદાચ પાછી નહીં ફરે એટલે તેમને રિપ્લેસ કરવામાં આવશે.
View this post on Instagram
આ બધાની વચ્ચે એક્ટ્રેસ રાખી વિજન (Rakhi Vijan)એ દયાબેનના પાત્રને ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રાખી વિજને કહ્યું, 'કોઈપણ દયાબેન નહીં બની શકે, કારણકે તે આઈકોનિક છે. પરંતુ ચાન્સ આપવો જોઈએ. હું એ કેરેક્ટર કરવાનું પસંદ કરીશ. હું પોતાના ફૅન્સને એકવાર ફરીથી હસાવવાનું પસંદ કરીશ.'
જોકે હવે જોવાનું રહેશે કે શું મેકર્સ રાખી વિજનને દિશા વાકાણીની જગ્યા આપશે. જણાવી દઈએ કે આ પહેલા શૉમાંથી અંજલી તારક મહેતાનો રોલ ભજવનારી એક્ટ્રેસ નેહા મહેચાએ શૉને અલવિદા કહીં દીધું હતું અને તેની જગ્યા સુનૈના ફોજદારને મળી છે. આ સાથે રોશન સિંહ સોઢીનો રોલ ભજવનાર ગુરૂચરણ સિંહે પણ આ શૉને બાય-બાય કહીં દીધું છે અને તેની જગ્યા બલવિન્દર સુરીએ લીધી છે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે થયેલા લૉકડાઉનના લીધે શરૂઆતમાં જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

