૩૧ ડિસેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર જયમાલા સમયનો ઇમોશનલ વિડિયો શૅર થયો છે.
ઝીલ મહેતા અને આદિત્ય દુબે
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ૨૦૦૮થી ૨૦૧૨ સુધી ઓરિજિનલ સોનુ તરીકે બધાનાં મન જીતનાર ઝીલ મહેતાએ તેના સ્કૂલના સમયથી સાથે રહેલા લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે ૨૮ ડિસેમ્બરે ભવ્ય લગ્નસમારંભમાં પ્રેમગાંઠ બાંધી હતી. ૩૧ ડિસેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર જયમાલા સમયનો ઇમોશનલ વિડિયો શૅર થયો છે. હાથમાં જયમાલા સાથે લાલ લેહંગા-ચોલી અને કુંદન જ્વેલરીમાં શોભતી સુંદર દુલ્હન ઝીલને જોઈને સફેદ શેરવાનીમાં સજ્જ વરરાજા આદિત્યની આંખો પ્રેમનાં આંસુઓથી છલકાઈ ગઈ હતી અને ઝીલ તેને પ્રેમથી લૂછતી રહી હતી. તેમનો પ્રેમ અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રીને સોશ્યલ મીડિયા પર બધાએ વધાવી હતી.